ઈમ્પેક્ટ@વાવ: રોડ ખાતાનાં ઈજનેરો ચોંક્યા, બંધ કરેલ હાઇવે તાત્કાલિક ખુલ્લો

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) કોતરવાડાથી વાવ સુધીનો હાઈવે સ્થાનિક ઈસમોએ બંધ કર્યાનું સામે આવતાં દોડધામ મચી ગઇ હતી. માર્ગ મકાન વિભાગના ઈજનેરોને જાણ થતાં ચોંકી ગયા હતા. આથી તાત્કાલિક અસરથી રાત્રે જેસીબી મશીન વડે બાવળો દૂર કર્યા છે. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ બાદ સત્તાધીશો હરકતમાં આવ્યા હતા. ગણતરીના કલાકોમાં હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો
 
ઈમ્પેક્ટ@વાવ: રોડ ખાતાનાં ઈજનેરો ચોંક્યા, બંધ કરેલ હાઇવે તાત્કાલિક ખુલ્લો

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

કોતરવાડાથી વાવ સુધીનો હાઈવે સ્થાનિક ઈસમોએ બંધ કર્યાનું સામે આવતાં દોડધામ મચી ગઇ હતી. માર્ગ મકાન વિભાગના ઈજનેરોને જાણ થતાં ચોંકી ગયા હતા. આથી તાત્કાલિક અસરથી રાત્રે જેસીબી મશીન વડે બાવળો દૂર કર્યા છે. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ બાદ સત્તાધીશો હરકતમાં આવ્યા હતા. ગણતરીના કલાકોમાં હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઈમ્પેક્ટ@વાવ: રોડ ખાતાનાં ઈજનેરો ચોંક્યા, બંધ કરેલ હાઇવે તાત્કાલિક ખુલ્લો

અહિં ક્લિક કરો:  આ સમાચાર પ્રસિધ્ધ થયાના ગણતરીના કલાકોમાં માર્ગ પરથી બાવળો હટાવાયા

બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં હાઇવે બ્લોક કર્યાનો અહેવાલ અટલ સમાચારે પ્રસિધ્ધ કર્યો હતો. કોતરવાડાથી નેસડી થઈને વાવ તરફ જતો રાજ્ય માર્ગ અટકાવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક વ્યક્તિઓએ જિલ્લાના મુખ્ય હાઈવે પર ફફરાડી પુલ ઉતરતાં જ બાવળો ખડકી દીધા હોઇ સમગ્ર માર્ગ બંધ થઇ ગયો હતો. જેના સમાચાર બાદ માર્ગ મકાનના ઇજનેરો પણ ચોંકી ઉઠ્યા હતા. જેથી મોડી સાંજે બાવળો હટાવી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે.

ઈમ્પેક્ટ@વાવ: રોડ ખાતાનાં ઈજનેરો ચોંક્યા, બંધ કરેલ હાઇવે તાત્કાલિક ખુલ્લો

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાઇવે બ્લોક થતાં નજીકના અનેક ગામોને અસર થઈ હતી. સમગ્ર મામલે માર્ગ મકાન વિભાગના એન્જીનિયર ઠાકોરે જણાવ્યુ હતુ કે, આ બાબતે અમોને કોઇ જાણકારી નહોતી. કોઇ ઇસમોએ રસ્તા આગળ બાવળ નાંખી રસ્તો બંધ કર્યો હતો. અમોને સમાચાર મળતાં તાત્કાલિક અસરથી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.

ઈમ્પેક્ટ@વાવ: રોડ ખાતાનાં ઈજનેરો ચોંક્યા, બંધ કરેલ હાઇવે તાત્કાલિક ખુલ્લો