સુરતઃ લોકડાઉનમાં બાઇક પર દુધના કેનમાં 135ના માવા જોંઇ પોલીસ ચોંકી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસને લઇને 21 દિવસનું લોકડાઉન છે ત્યારે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ માટે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. કેટલાક લોકો આ છૂટછાટનો દૂરુપયોગ કરતા જોવા મળે છે. ગતરોજ દૂધના કેનમાં 135 માવા વેચવા નીકળેલા ઈસમે પોલીસે ઝડપી પાડીને તેની ગાડીની તલાશી લેતા તેના દૂધના કેનમાંથી માવા મળી આવતા પોલીસે આ યુવાન
 
સુરતઃ લોકડાઉનમાં બાઇક પર દુધના કેનમાં 135ના માવા જોંઇ પોલીસ ચોંકી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસને લઇને 21 દિવસનું લોકડાઉન છે ત્યારે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ માટે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. કેટલાક લોકો આ છૂટછાટનો દૂરુપયોગ કરતા જોવા મળે છે. ગતરોજ દૂધના કેનમાં 135 માવા વેચવા નીકળેલા ઈસમે પોલીસે ઝડપી પાડીને તેની ગાડીની તલાશી લેતા તેના દૂધના કેનમાંથી માવા મળી આવતા પોલીસે આ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી.

સુરતના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાંથી એક શખ્સ દૂઘનું કેન મોટર સાયકલ પર બાંધીને પસાર થઈ રહ્યો હતો. આ શખ્સે તેનું દૂધનું કેન વ્યવસ્થિત રીતે બાંધ્યુ નહોતું. શખ્સે માસ્ક પણ પહેર્યુ નહોતું તેથી પોલીસને શંકા ગઈ હતી. પોલીસે આ શખ્સને રોકીને દૂધના કેનની તલાશી લેતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. દૂધના કેનમાંથી મોટી સંખ્યામાં કાચી-135ના માવા મળી આવ્યા હતા.

ના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વ્યસનીઓ પોતાની જરૂર પુરી કરવા વેપારીને કહે છે અને વેપારી તમામ વસ્તુ તેમની સુધી પહોંચાડદતા હોય છે. ત્યારે સરકાર દ્વારા આ સમયે આવશ્યક ચીજવસ્તુની છૂટછાટો આપી છે ત્યારે આ તકનો લાભ ઉઠાવીને લોકો વ્યસનની વસ્તુની હેરા ફેરી કરતા જોવા મળે છે.