સુરતઃ લોકડાઉનમાં ધાબા ઉપર બોલ રમતા યુવકનું ચોથા માળેથી પટકાતા મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કાપડના કારખાનામા કામ કરતા કારીગર કાપડ ઉધોગ બંધ થતાં બેકાર બન્યા છે. લોકડાઉન લઇને ટ્રેન વહેવાર બંધ હોવાને લઈને વતન જય શકતા નથી. જેને લઈને કાપડ કારખાનામા રહેતા કારીગર પોતાનો સમય પસાર કરવા માટે ધાબા પર બોલ રમતા રમતા ચોથા માળેથી પટકાતા જીવ ગુમાવાનો
 
સુરતઃ લોકડાઉનમાં ધાબા ઉપર બોલ રમતા યુવકનું ચોથા માળેથી પટકાતા મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કાપડના કારખાનામા કામ કરતા કારીગર કાપડ ઉધોગ બંધ થતાં બેકાર બન્યા છે. લોકડાઉન લઇને ટ્રેન વહેવાર બંધ હોવાને લઈને વતન જય શકતા નથી. જેને લઈને કાપડ કારખાનામા રહેતા કારીગર પોતાનો સમય પસાર કરવા માટે ધાબા પર બોલ રમતા રમતા ચોથા માળેથી પટકાતા જીવ ગુમાવાનો વારો આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસનો ચેપ બીજાને લાગે નહીં તે માટે સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. જોકે જેને લઇને મોટા ભાગના વેપાર ઉધોગ બંધ છે ત્યારે કારખાના કામ કરતા કારીગરો ટ્રેન વહેવાર બંધ હોવાને લઈને કારીગર વતન નહીં જઇ શકતા અટવાયા હતા.આવા કારીગરો કાપડના કારખાનામાં રહેવાનો વારો આવ્યો છે. ત્યારે સુરતના સરથાણા રોડ પર સણીયા હેમદગામમાં આવેલી શુભમ ઈન્ડસ્ટ્રીઝમાં રહેતા અને ત્યાં કાપડ યુનિટમાં કામ કરતા મનીષ નાનાભાઈ શ્રીનિવાસ ગઈકાલે રવિવારે સાંજે લોકડાઉન લઈને કંટાળ્યો હતો. અને તે કર્મચારી સાથે સમય પ્રસાર કરવા માટે કાપડ યુનિટના ચોથા માળે બોલથી રમતા હતા.

જોકે રમતા રમતા અચાનક નીચે પટકાતા આ કર્મચારીને ગંભીર ઈજા થઈ હતી. આથી તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ગંભીર ઇજા થતાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. જોકે પોલીસે આ મામલે સરથાણા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મરનાર મનીષ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો.