આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કાળમાં શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક શૉપિંગ સેન્ટરમાં સોમવારે ગેરકાયદેસર રીતે ચાલતા “કપલ બૉક્સ” પર પોલીસ ત્રાટકી હતી. જેમાં કપલ બોક્સમાં એકાંત માણી રહેલા 10થી વધુ કપલ કઢંગી હાલતમાં ઝડપાયા છે. હાલ પોલીસે કપલ અને કપલ બોક્સના સંચાલક સહિતના કેટલાક લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં કોરોના સંક્રમણના પ્રકોપને પગલે હાલ લૉકડાઉન અને રાત્રિ કરફ્યુ લગાવવામાં આવી રહ્યો છે. જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ પ્રકારની ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવી છે. આમ છતાં મોટા વરાછા વિસ્તારમાં આવેલા એટલાન્ટા શૉપિંગ સેન્ટરમાં કૉફી બીન્સ નામના કાફેમાં સ્થાનિક લોકોને શંકાસ્પદ ગતિવિધીઓ જોવા મળી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્થાનિક લોકોએ આ કેફેમાં દેહ વેપારની આશંકા વ્યક્ત કરીને હોબાળો શરૂ કરી દીધો હતો. જેની જાણ થતાં અમરોલી પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ ટીમે અંદર જઈને જોયું તો કપલ બોક્સમાં એકાંત માણી રહેલા યુવક-યુવતીઓ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે કાફેના સંચાલક સહિત 10 જેટલા કપલની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code