પ્રતિકાત્મક તસવીર
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરતમાં એક સગીરાની સગાઇ તુટ્યા બાદ પૂર્વ મંગેતરે તેના બિભત્સ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યા હતા. જે બાદ સગીરા ડીપ્રેશનમાં આવી જઇ અને બદનામીના ડરે તેને ફિનાઇલ પી આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા બાદ હાલ તે સારવાર હેઠળ અને તેની તબિયત સુધારા પર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના નાનપુરામાં રહેતી 15 વર્ષની સગીરાને મુંબઈના એક યુવાન સાથે પ્રેમ થયો અને ત્યારબાદ બંનેની સગાઇ કરવામાં આવી સગાઇ બાદ યુવક તેની મંગેતરનાં ઘરે રહેવા માટે આવ્યો. જે દરમિયાન કોરોના મહામારીને કારણે લોકડાઉન થઇ ગયું અને યુવક ત્યાં જ ફસાઈ ગયો. જે બાદ યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જણાવી દઈએ કે, સગીરા ધર્મગુરુના કાર્યક્રમમાં ગઈ હતી. જ્યાં તેની મુલાકાત મુર્તુઝા સાથે થઇ હતી. મુર્તુઝા પણ ત્યાં સેવા માટે મુંબઇથી આવ્યો હતો. બંને વચ્ચે પ્રેમ થતા પરિવારે જાન્યુઆરી-20માં સગાઈ નક્કી કરી 18 વર્ષની થયા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. સગાઈ થયા પછી યુવક તેના ઘરે રહેવા લાગ્યો હતો. તેવામાં લોકડાઉન આવતા મે મહિના સુધી યુવક તેના ઘરે રહ્યો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, થોડા મહિનામાં બંને વચ્ચે મનમેળ ન થતાં મે મહિનામાં સગીરાના ફેમિલીએ સગાઈ તોડી નાખી હતી. જેથી યુવક મુંબઈ જતો રહ્યો હતો. મુંબઈમાં જઈ યુવકે સગીરાના બિભત્સ વિડીયો અને ફોટો સોશિયલ મિડીયા પર અપલોડ કરી તેને મારી નાખવાની ધમકી આપી હતી. સોશિયલ મિડીયા પર વિડીયો અને ફોટો વહેતા થતા સગીરાની બદનામી થઈ હતી. બદનામીના ડરને કારણે સગીરાએ 11મી તારીખે પોતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત સુધારા પર છે.

21 Sep 2020, 9:47 AM (GMT)

COVID-19 Global Stats

31,261,483 Total Cases
965,368 Death Cases
22,845,770 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code