ઘટના@સુરત: ઓનલાઇન અભ્યાસમાં મોબાઇલના અભાવે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક ઓનલાઈન શિક્ષણની ચિંતામાં રવિવારે સુરતમાં ધોરણ-10ની વિદ્યાર્થિનીએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મોબાઈલ ફોનના અભાવે ભણવામાં યોગ્ય રીતે ધ્યાન નહીં આપી શકતા તેણીએ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ONLINE અભ્યાસને લઈ ચિંતિત વિદ્યાર્થીની હતી. એટલું જ નહીં, અભ્યાસમાં વિદ્યાર્થીની કમજોર હતી. PM બાદ વિદ્યાર્થીનીની અંતિમવિધિ કરવામાં આવી
 
ઘટના@સુરત: ઓનલાઇન અભ્યાસમાં મોબાઇલના અભાવે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

ઓનલાઈન શિક્ષણની ચિંતામાં રવિવારે સુરતમાં ધોરણ-10ની વિદ્યાર્થિનીએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મોબાઈલ ફોનના અભાવે ભણવામાં યોગ્ય રીતે ધ્યાન નહીં આપી શકતા તેણીએ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ONLINE અભ્યાસને લઈ ચિંતિત વિદ્યાર્થીની હતી. એટલું જ નહીં, અભ્યાસમાં વિદ્યાર્થીની કમજોર હતી. PM બાદ વિદ્યાર્થીનીની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઘટના બાદ પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના પાંડેસરા ખાતેના ક્રિષ્ણાનગરમાં રહેતી આકાંશા શિવશંકર તિવારી (ઉ.વ.14) ઘર નજીક આવેલી શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. દરમિયાન રવિવારે સવારે છ વાગ્યાના અરસામાં તેણીની ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આકાંશાએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પાંડેસરા પોલીસ જણાવી રહી છે. મૃતક આકાંશાના પિતા શિવશંકર મૂળ યૂપી, ફેજાબાદના વતની છે. તેમને સંતાનમાં બીજી બે પુત્રી અને એક પુત્ર છે. તેઓ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે. આકાંશાના અણધાર્યા પગલાંથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. મૃતક આકાંશાના પિતા શિવશંકર તિવારીએ જણાવ્યું હતું કે, અભ્યાસના મુદ્દે તેણીને શાળામાંથી ફોન આવતો હતો. દરમિયાન શનિવાર આકાંશા શાળાએ ગઈ હતી. જ્યાં તેણીને ઓનલાઈન ક્લાસ બાબતે પુછવામાં આવ્યું હતું.

સુત્રોએ જણાવ્યુ હતું કે, આકાંશાએ ફોન પિતા પાસે રહેતો હોય ભણવામાં ધ્યાન નહીં આપી શકાતું હોવાનું કહ્યું હતું. મોબાઈલ ફોનના અભાવે ભણવામાં યોગ્ય રીતે ધ્યાન નહીં આપી શકતા નાસીપાસ થઈ જઈ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે.