આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સુરતમાં ચાલુ ટ્રેક્ટર પરથી નીચે પડી જવાથી મહિલા સફાઇ કર્મચારીનું મોત થવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે સફાઇકામ દરમ્યાન મૃતક મહિલા સહિત ત્રણ અન્ય મહિલાઓ ટ્રેક્ટરમાં જઇ રહ્યાં હતા. આ દરમ્યાન અચાનક બમ્પ આવતાં મહિલા નીચે પડતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તરફ તાત્કાલિક 108ને બોલવતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના ઇચ્છાપોર ચોકડી નજીક પાલિકાની કોન્ટ્રાકટ મહિલા સફાઈ કર્મચારી ચાલુ ટ્રેક્ટરે પડી જતા મોતને ભેટ્યાં હતી. ઉગત નહેર ખાતે આવેલા એસએમસી આવાસમાં લક્ષ્‍મીબેન દિનેશભાઇ બાબરીયા (ઉ.વ.50) પરિવાર સાથે રહેતા હતા. પાલિકામાં કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારી તરીકે 2 જાન્યુઆરીથી જોડાયા હતા. ગત રાત્રે સફાઈ કામ દરમિયાન લક્ષ્‍મીબેન સહિત 3 મહિલા ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા. આ દરમ્યાન ટ્રેક્ટર ચાલકે બમ્પ કૂદાવતા લક્ષ્‍મીબેન ટ્રેક્ટરમાંથી પડી ગયા હતા. ગંભીર ઈજાના પગલે 108ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, લક્ષ્‍મીબેનને મૃત જાહેર કરાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, લક્ષ્‍મીબેનના મોતનું જાણી ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો. લક્ષ્‍મીબેનના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. લક્ષ્‍મીબેનને એકનો એક દીકરો છે. જેથી એકના એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. હાલ તો લક્ષ્‍મીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code