બોલરો ધોવાતા ઓસ્ટ્રેલિયા સામે ભારત હાર્યું

અટલ સમાચાર, ડેસ્ક ઇન્ડિયાની આક્રમક બેટિંગ હોવા છતા પણ ભારતની ઓસ્ટ્રેલિયાસામે ખરાબ હાર થઇ હતી. પીટર હેન્ડ્સકોમ્બની સદી તેમજ ઉસ્માન ખ્વાજાના 91 અને એશ્ટન ટર્નરના 43 બોલમાં આક્રમક અણનમ 84 રનની મદદથી ભારતને ચોથી વન-ડેમાં ચાર વિકેટે પરાજય આપી પાંચ મેચની વન-ડે સિરીઝમાં 2-2ની બરાબરી કરી લાધી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ધવનના 143 રન
 
બોલરો ધોવાતા ઓસ્ટ્રેલિયા સામે ભારત હાર્યું

અટલ સમાચાર, ડેસ્ક

ઇન્ડિયાની આક્રમક બેટિંગ હોવા છતા પણ ભારતની ઓસ્ટ્રેલિયાસામે ખરાબ હાર થઇ હતી. પીટર હેન્ડ્સકોમ્બની સદી તેમજ ઉસ્માન ખ્વાજાના 91 અને એશ્ટન ટર્નરના 43 બોલમાં આક્રમક અણનમ 84 રનની મદદથી ભારતને ચોથી વન-ડેમાં ચાર વિકેટે પરાજય આપી પાંચ મેચની વન-ડે સિરીઝમાં 2-2ની બરાબરી કરી લાધી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ધવનના 143 રન અને રોહિત શર્માના 95 રનની મદદથી 50 ઓવરના અંતે નવ વિકેટ
ગુમાવી 359 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્એટ્રેલિયાએ છ વિકેટ ગુમાવી 47.5 ઓવરમાં વિજય મેળવી લીધો હતો. ઓસ્ટ્રેલિયાનો લક્ષ્યાંકનો પાછો કરતાં આ સૌથી મોટો વિજય હતો.

ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમને શિખર ધવન અને રોહિત શર્માએ સંગીન પ્રારંભ કરાવ્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે ૧૯૩ રન જોડયા હતા. છેલ્લી કેટલીક મેચથી ફ્લોપ રહેલા ધવને શરૂઆતથી જ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. જ્યારે રોહિત શર્માએ તેને સાથ આપ્યો હતો. રોહિતે આ દરમિયાન અંગત ૬૩ રને પહોંચ્યો ત્યારે તેણે ભારતની ધરતી પર ૩,૦૦૦ રન પણ પૂર્ણ કર્યા હતા. રોહિત સદીની તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે જેય રિચર્ડસને ઓસ્ટ્રેલિયાને પ્રથમ સફળતા અપાવતાં રોહિતને અંગત ૯૫ રને હેન્ડ્સકોમ્બના હાથે કેચ કરાવ્યો હતો. વન-ડાઉન આવેલા લોકેશ રાહુલે ધવનને સાથ આપતાં ધવને પોતાની ૧૬મી વન-ડે સદી નોંધાવતાં ટીમનો સ્કોર ૨૫૦ રનની પાર પહોંચાડયો હતો. ધવને ૧૧૫ બોલમાં ૧૪૩ રન ફટકાર્યા હતા. રાહુલ ૨૬ રન બનાવી આઉટ થયો હતો જ્યારે ધોનીના સ્થાને સામેલ કરાયેલા પંતે આક્રમક બેટિંગ કરતાં ૨૪ બોલમાં ૩૬ રન બનાવી ટીમનો સ્કોર ૩૦૦ રનની પાર પહોંચાડયો હતો. અંતિમ ઓવરોમાં વિજય શંકરે ૧૫ બોલમાં ઉપયોગી ૨૬ રન બનાવતાં ટીમનો સ્કોર ૩૫૮ રને પહોંચાડયો હતો.

3૫૯ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ ઓવરમાં જ ભુવનેશ્વરકુમારે ઝટકો આપતાં કેપ્ટન એરોન ફિન્ચને શૂન્યમાં બોલ્ડ કર્યો હતો. વન-ડાઉન આવેલો શોન માર્શ પણ હાથ ખોલે તે પહેલાં બુમરાહે બોલ્ડ કરી ભારતની બીજી સફળતા અપાવી હતી. ૧૨ રનના સ્કોરે બે વિકેટ ગુમાવ્યા બાદ ઉસ્માન ખ્વાજા અને પીટર હેન્ડ્સકોમ્બે ટીમને સંભાળી હતી. ખ્વાજા ૯૧ રન બનાવી આઉટ થયો હતો. ખ્વાજા આઉટ
થયા બાદ પીટર હેન્ડ્સકોમ્બે કારકિર્દીની પ્રથમ સદી નોંધાવતાં ૯૨ બોલમાં ૧૦૦ રન પૂર્ણ કર્યા હતા. હેન્ડ્સકોમ્બ આઉટ થયા બાદ એશ્ટન ટર્નરે એલેક્સ કરી સાથે ૩૯ બોલમાં ૮૬ રનની ભાગીદારી નોંધાવી ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. જીત માટે બે રન બાકી હતા ત્યારે એલેક્સ કરી આઉટ થયો હતો ત્યારે ટર્નરે બે રન લઈ ટીમને ૪૭.૫ ઓવરમાં જીત અપાવી હતી.

ટર્નરને ત્રણ જીવતદાન ભારતને ભારે પડયા

એશ્ટન ટર્નરને એક બાદ એક ત્રણ જીવતદાન આપ્યા હતા જે ભારતને ભારે પડયા હતા. ટર્નરને સૌથી પહેલાં પંતે જીવતદાન આપતાં સ્ટમ્પિંગ ચૂક્યો હતો. ટર્નર તે વખતે ૩૮ રને હતો. તે પછી ટર્નરે એલેક્સ કરી સાથે મળી ૪૫થી ૪૭મી ઓવરમાં એટલે કે ૧૮ બોલમાં ૫૪ રન ઝૂડયા હતા. આ ત્રણ ઓવરમાં બે ઓવર ભુવનેશ્વરે નાખી હતી જેમાં તેણે ૩૮ રન આપ્યા હતા જ્યારે બુમરાહે ૧૬ રન આપ્યા હતા. ૪૭મી ઓવર ભુવનેશ્વર લઈને આવ્યો
હતો આ ઓવરમાં ટર્નરને બે વખત જીવતદાન મળ્યા હતા. પહેલાં કેદાર જાધવે મુશ્કેલ ગણાતો કેચ છોડયો હતો. તે પછી ધવને આસાન કેચ છોડી ટર્નરને જીવતદાન આપ્યું હતું.