ભારત vs ઓસ્ટ્રેલિયાઃ ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાની જીત, સીરિઝ જીવંત

અટલ સમાચાર, ડેસ્ક રાંચી ખાતે યોજાયેલ ત્રીજી વન-ડે ભારતની હાર થઇ છે. વિરાટ કોહલીની સદી ફટકારવા છતા ઓસ્ટ્રેલિયાએ ભારતને 32 રને હરાયું હતું. અને ઓસ્ટ્રેલિયાએ વન-ડે સીરિઝ જીવંત રાખી છે. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સ, જઈ રિચાર્ડસન અને એડમ ઝાંપાએ 3-3 વિકેટ લીધી હતી. ભારત 5 મેચની સીરિઝમાં 2-1થી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 313 રનએ
 
ભારત vs ઓસ્ટ્રેલિયાઃ ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાની જીત, સીરિઝ જીવંત

અટલ સમાચાર, ડેસ્ક

રાંચી ખાતે યોજાયેલ ત્રીજી વન-ડે ભારતની હાર થઇ છે. વિરાટ કોહલીની સદી ફટકારવા છતા ઓસ્ટ્રેલિયાએ ભારતને 32 રને હરાયું હતું. અને ઓસ્ટ્રેલિયાએ વન-ડે સીરિઝ જીવંત રાખી છે. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સ, જઈ રિચાર્ડસન અને એડમ ઝાંપાએ 3-3 વિકેટ લીધી હતી. ભારત 5 મેચની સીરિઝમાં 2-1થી આગળ છે.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 313 રનએ 5 વિકેટ ગુમાવી હતી. ઉસ્માન ખ્વાજાએ 104 રન કરી સદી ફટકાવી હતી. ભારતની ટીમ 48.2 ઓવરમાં 281 રનમાં ઓસ્ટ્રેલિયાએ ઓલઆઉટ કર્યું હતું.

ભારતીય ટીમે 46 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 263 રન કર્યા છે. કોહલી ઝાંપાની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે પોતાના કરિયરની 41મી સદી ફટકારી હતી. કેદાર જાદવે 39 બોલમાં 26 રન કર્યા હતા. એમ.એસ. ધોની 26 રને એડમ ઝાંપાની બોલિંગમાં આઉટ થયો હતો.અંબાતી રાયુડુ 2 રને પેટ કમિન્સની બોલિંગમાં બોલ્ડ થયો હતો. રોહિત શર્મા પેટ કમિન્સની બોલિંગમાં 14 રને એલબીડબ્લ્યુ થયો હતો. શિખર ધવન 1 રને આઉટ થયો હતો. તે જઈ રિચાર્ડસનની બોલિંગમાં મેક્સવેલે કવર્સમાં સર્કલની અંદર તેનો સારો કેચ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયા માટે આરોન ફિન્ચ અને ઉસ્માન ખ્વાજાએ શાનદાર શરૂઆત કરતા પ્રથમ વિકેટ માટે 193 રનની ભાગીદારી કરી હતી. ખ્વાજાએ 104 રન કર્યા હતા, જયારે ફિન્ચ 7 રન માટે સદી ચૂક્યો હતો. તે સિવાય અન્ય બેટ્સમેન સારી શરૂઆતનો ખાસ ફાયદો ઉઠાવી ન શકતા મોમેન્ટમ ભારત બાજુ શિફ્ટ થઇ ગયું હતું. ગ્લેન મેક્સવેલ 31 બોલમાં 47 રને રમી રહ્યો હતો ત્યારે શોર્ટ કવર ઉપરથી રવિન્દ્ર જાડેજાએ તેને રનઆઉટ કર્યો હતો. ભારત માટે કુલદીપ યાદવે 3 વિકેટ લીધી હતી.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડેમાં રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારતના કેપ્ટ્ન વિરાટ કોહલીએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. ઇન્ડિયાની ટીમ આજની મેચ ફી નેશનલ ડિફેન્સ ફંડમાં ડોનેટ કરશે.