ભારતે ટેસ્ટ શ્રેણી જીતી ઈતિહાસ રચ્યોઃ કેપ્ટન કોહલીએ જીતનો શ્રેય પુરી ટીમને આપ્યો

અટલ સમાચાર, ડેસ્ક ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી ઈતિહાસ રચી દીધો છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં ચાર મેચ જીતીને સિરીઝ 2-1થી પોતાના નામે કરી ઝળહળતી સફળતા મેળવી લીધી છે. સિડનીમાં આયોજીત આ મેચમાં છેલ્લી ટેસ્ટ મેચમાં વરસાદના કારણે મેચ ડ્રો થયો હતો. પણ ભારતને એડિલેન્ડ અને મેલબોર્ન ટેસ્ટ જીતીને સીરીઝમાં પહેલા જ અજય સિદ્ધિ મેળવી લીધી હતી.
 
ભારતે ટેસ્ટ શ્રેણી જીતી ઈતિહાસ રચ્યોઃ કેપ્ટન કોહલીએ જીતનો શ્રેય પુરી ટીમને આપ્યો

અટલ સમાચાર, ડેસ્ક

ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી ઈતિહાસ રચી દીધો છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં ચાર મેચ જીતીને સિરીઝ 2-1થી પોતાના નામે કરી ઝળહળતી સફળતા મેળવી લીધી છે. સિડનીમાં આયોજીત આ મેચમાં છેલ્લી ટેસ્ટ મેચમાં વરસાદના કારણે મેચ ડ્રો થયો હતો. પણ ભારતને એડિલેન્ડ અને મેલબોર્ન ટેસ્ટ જીતીને સીરીઝમાં પહેલા જ અજય સિદ્ધિ મેળવી લીધી હતી. જીત બાદ કેપ્ટન કોહલીએ જીતનો શ્રેય પૂરી ટીમને આપ્યો છે.

કોહલીએ કહ્યુ  મને આટલી ખુશી આ પહેલા ક્યારેય નથી મળી. મે અહી પહેલી વખત કેપ્ટન પદ સંભાળ્યુ હતુ આજે અમને સફળતા મળી છે. મને વિશ્વાસ નથી આવતો કે 4 વર્ષ પછી અમે અહી ટેસ્ટ સીરીઝ જીતી ચુક્યા છીએ. હુ આ સમયે ફક્ત એટલુ જ કહીશ કે મને ગર્વ છે કે મારી પાસે આવી મજબુત ટીમ છે. હુ મારી જાતને નશીબદાર માનું છુ કે મારી પાસે આટલી મજબુત ટીમ છે. આવા ખેલાડીઓના કારણે જ કેપ્ટન મજબુત લાગે છે.

ભારતીય કેપ્ટને કહ્યુ કે આ મારી કેરિયરની સૌથી મોટી સફળતા છે. જ્યારે 2011મા અમે વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે ટીમનો હુ સૌથી યુવાન ખેલાડી હતો. આ સમયે સૌને ભાવુક થતા જોયા છે. આ સીરીઝ જીતવાનું મારા માટે અલગ જ મહત્વ છે.

કોહલીએ કહ્યુ કે આ સીરીઝ જીતીને અમે ઈતિહાસ રચ્યો છે. અમે આ સિદ્ધિ મેળવીને ગર્વ અનુભવી રહ્યા છીએ.  કોહલીએ પુજારાની ખુબજ પ્રશંસાના પુલ બાંધી દીધા હતા. વિરાટે કહ્યુ કે આ ક્ષણે હું પુજારાનુ ખાસ નામ લઈશ કેમકે આ જીત પાછળ તેનો ભવ્ય ફાળો રહેલો છે. પુજારા સતત નવુ શિખવા આતુર રહે છે. તે સતત ફોકસ પોતાના રમતમાં જ રાખે છે. હું તેના આ શાનદાર પ્રદર્શનથી અતિશય ખુશ છું.