અટલ સમાચાર, ડેસ્ક
ઈંગ્લેન્ડમાં વલ્ડ્કપ-૨૦૧૯ માટે લગભગ દરેક દેશોએ પોતાની મજબૂત અને સક્ષમ ટીમની પસંદગી કરી લીધી છે ત્યારે ભારતે પણ પોતાના ૧૫ રણબંકાઓ પર વિશ્વાસ મુકી ત્રીજી વખત વલ્ડ્કપ ભારતમાં લાવવા માટે પસદં કરી લીધા છે. જો કે આ બધાની વચ્ચે એક રસપ્રદ તારણ એવું પણ બહાર આવ્યું છે કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી વિશ્વની સૌથી મોંઘી ટીમ છે. ભારતીય ટીમની કિંમત ૧૯૪ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.
રાષ્ટ્ર્રીય પસંદગીકારોએ ભલે કહ્યું હતું કે વિશ્વકપની ટીમ પસદં કરતી વખતે આઈપીએલનું પ્રદર્શન ધ્યાન ઉપર નહીં લેવામાં આવે પરંતુ વાસ્તવિકતા તો છે કે આ તમામ ૧૫ ખેલાડી આઈપીએલની આઠ ટીમમાંથી સાત ટીમોનો હિસ્સો છે. એકમાત્ર રાજસ્થાન રોયલ્સ જ એવી ટીમ છે જેમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓમાંથી કોઈને પણ વિશ્વકપની ટિકિટ મળી નથી. ટીમના ભારતીય ખેલાડીઓને બીસીસીઆઈ તરફથી મળતા વાર્ષિક વેતન અને આઈપીએલની હરાજીની તેમની કિંમતને ધ્યાન પર લેવામાં આવે તો ૧૫ ખેલાડીઓની કુલ કિંમત ૧૯૩.૭ કરોડ રૂપિયા થવા જાય છે. તેમાં ઓલરાઉન્ડર વિજય શંકર જ એક એવો ખેલાડી છે જેની પાસે કોઈ કેન્દ્રીય કરાર નથી.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહને સાત-સાત કરોડ રૂપિયાના ‘એ’ ગ્રેડના કરારમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે મહેન્દ્રસિંહ ધોની, શિખર ધવન, ભુવનેશ્ર્વરકુમાર, મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ પાંચ-પાંચ કરોડ રૂપિયાના ‘એ’ ગ્રેડમાં આવે છે. આ ઉપરાંત કે.એલ.રાહુલ, યુઝવેન્દ્ર ચહલ અને હાદિર્ક પંડયા ત્રણ-ત્રણ કરોડ રૂપિયાના ગ્રેડમાં, કેદાર જાધવ અને દિનેશ કાર્તિક એક-એક કરોડ રૂપિયાના ગ્રેડમાં સમાવિષ્ટ્ર કરાયા છે. તેમના ગ્રેડને જોવામાં આવે તો તેમની વાર્ષિક કરારની કિંમત ૬૨ કરોડ રૂપિયા થવા જાય છે. જ્યારે આઈપીએલની હરાજીની વાત કરવામાં આવે તો વિરાટ ૧૭ કરોડ રૂપિયાની કિંમત સાથે સૌથી મોંઘો ખેલાડી છે. રોહિત અને ધોનીની કિંમત ૧૫-૧૫ કરોડ રૂપિયા છે. રાહુલ ને હાદિર્કને ૧૧-૧૧ કરોડ રૂપિયા મળ્યા છે યારે ભુવનેશ્ર્વરને સાડા સાત કરાડ, કેદાર જાધવને ૭.૮૦ કરોડ રૂપિયા હરાજી થકી પ્રા થયા છે. દિનેશ કાર્તિકને ૭.૪૦ કરાડ, બુમરાહ અને જાડેજાન સાત-સાત કરોડ, ચહલને છ કરાડ, કુલદીપને ૫.૮૦ કરોડ, શિખર ધવનને ૫.૨૦ કરોડ, શમીને ૪.૮૦ કરોડ અને વિજયની ૩.૨૦ કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી.
આ રીતે આઈપીએલમાં હરાજી થકી ખેલાડીઓની કિંમત ૧૩૧.૭૦ કરોડ રૂપિયા ઉપર પહોંચે છે. આમ આઈપીએલ અને બીસીસીઆઈના કરારની રકમને એક કરવામાં આવે તો તમામ ખેલાડીઓની કુલ કિંમત ૧૯૩.૭૦ કરોડ રૂપિયા થાય છે.
IPL-2019માંથી વિશ્વકપ માટે ખેલાડીની પસંદગી
ચેન્નાઈ સુપરકિંગ્સ ૩. એમ.એસ.ધોની, રવિન્દ્વ જાડેજા, કેદાર જાધવ
મુંબઈ ઈન્ડિયન્સ ૩. રોહિત શર્મા,જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા
કિંગ્સ ઈલેવન પંજાબ ૨. કે.એલ.રાહુલ અને મોહમ્મદ શમી
કોલકત્તા નાઈટ રાઈડર્સ ૨. કુલદીપ યાદવ અને દિનેશ કાર્તિક
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૨. વિરાટ કોહલી અને યુઝવેન્દ્ન ચહલ
સનરાઈઝર્સ હૈદરાબાદ ૨. ભુવનેશ્વર કુમાર અને વિજય શંકર
દિલ્હી કેપિટલ્સ ૧. શિખર ધવન