IPL-2019:અલઝારી જોસેફે પહેલી મેચમાં જ 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

અટલ સમાચાર, ડેસ્ક મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર અલઝારી જોસેફે પોતાની પહેલી મેચમાં 6 વિકેટ લઇને આઇ.પી.એલ.નો 11 વર્ષ જૂનો એક રેકોર્ડ પોતાને નામ કરવામાં સફળતા મેળવી છે. શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના મેચમાં જોસેફ માત્ર 12 રન આપીને 6 વિકેટ હાંસલ કરી હતી. જે આઇ.પી.એલ.નું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. આ પહેલા આ રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના પાકિસ્તાની
 
IPL-2019:અલઝારી જોસેફે પહેલી મેચમાં જ 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

અટલ સમાચાર, ડેસ્ક

મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર અલઝારી જોસેફે પોતાની પહેલી મેચમાં 6 વિકેટ લઇને આઇ.પી.એલ.નો 11 વર્ષ જૂનો એક રેકોર્ડ પોતાને નામ કરવામાં સફળતા મેળવી છે. શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના મેચમાં જોસેફ માત્ર 12 રન આપીને 6 વિકેટ હાંસલ કરી હતી. જે આઇ.પી.એલ.નું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. આ પહેલા આ રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના પાકિસ્તાની બોલર સોહેલ તનવીરના નામે હતો જેને ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચમાં 4 ઓવરમાં 14 રન આપીને 6 વિકેટ લીધી હતી. જોસેફ પોતાની પહેલી જ બોલ પર વોર્નરને બોલ્ડ કરીને મેઇડન વિકેટ લીધી હતી અને ત્યારબાદ 3.4 ઓવરની બોલિંગમાં કુલ 6 વિકેટ હાંસલ કરી હતી.

મુંબઇ ઇન્ડિયન્સે અલઝારી જોસેફને મલિંગાના સ્થાને ટીમમાં સમાવ્યો હતો. 22 વર્ષના યુવા બોલરે પોતાના આઇ.પી.એલ. કેરિયરની પહેલી જ બોલ પર ઓરેન્જ કેપ ધરાવનાર વોર્નરને ક્લીન બોલ્ડ કર્યો હતો. જોસેફ અને તનવીર ઇપરાંત ઓસ્ટ્રિલિયન લેગ સ્પીનર એડમ ઝંપાએ પણ આઇ.પી.એલ.ની એક ઇનિંગમાં 6 વિકેટ લીધી છે. ઝંપાએ પૂણે સુપરજાયન્સ તરફથી રમતા સમરાઇઝર્સ સામે 19 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી આઇ.પી.એલ.માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરીએ તો સૌથી ઉપર અનિલ કુંબલ આવે છે. જેમણે 2009માં બેંગલોર તરફથી રમતા 5 રન આપીને 5 વિકેટ ખેરવી હતી.