IPL-2019: બેંગલોરની કોલકાતા સામે 5 વિકેટે જીત, વિરાટે શાનદાર સદી ફટકારી

અટલ સમાચાર, ડેસ્ક રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL-12માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 10 રને જીત મેળવી હતી . પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવ્યા હતા. તો બીજી બેટીંગમાં કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 203 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી નીતિશ રાણાએ 46 બોલમાં 9 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 85
 
IPL-2019: બેંગલોરની કોલકાતા સામે 5 વિકેટે જીત, વિરાટે શાનદાર સદી ફટકારી

અટલ સમાચાર, ડેસ્ક

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL-12માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 10 રને જીત મેળવી હતી . પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવ્યા હતા. તો બીજી બેટીંગમાં કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 203 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી નીતિશ રાણાએ 46 બોલમાં 9 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 85 રન બનાવ્યા હતા. રસેલે 25 બોલમાં 2 ફોર અને 9 સિક્સરની મદદથી 65 રન બનાવ્યા હતા. બંનેએ 71 બોલમાં 150 રનની ભાગીદારી કરી હતી.

ક્રિસ લિન 1, સુનીલ નરૈન 18 અને શુભમન 9 રને આઉટ થતા કોલકાતાની શરુઆત ખરાબ રહી હતી. કોલકાતાએ 33 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઉથપ્પા 9 રને આઉટ થતા કોલકાતાએ 79 રનમાં 4 વિકેટ ગુમાવી હતી.

પાર્થિવ પટેલ 11 રને નરૈનનો શિકાર બન્યો હતો. આકાશ દીપ 13 રન બનાવી રસેલનો શિકાર બન્યો હતો. આકાશદીપ અને વિરાટ વચ્ચે 41 રનની ભાગીદારી નોંધાઈ હતી.

આપ સૌ જાણોછો પરંતુ જણાવિ દઈએ રસેલની પીચ પર એન્ટરિ મારતા બેંનગલોર ટીમના કપ્તાન વિરાટ કોહલીના ચહેરા પર પરેશાની આવી ગઈ હતી. જ્યારે રસેલે પોતાની ટિમને જીતાવવા મેચને અનોખુ રૂપ આપી દીધુ હતુ અને વિરાટ પોતાની ટિમને જીતાવા બોલરો અને ટિમ સાથે ચરચા કરવા લાગ્યા હતા. વિરાટે રસેલની બલેબાજી બાદ પોતાની ટિમને સલાહ અને સુચનો આપી હતી.