IPL-2019: કોલકાતા સામે ચેન્નાઈનો 7 વિકેટે વિજય, બોલરોનું શાનદાર પ્રદર્શન

અટલ સમાચાર, ડેસ્ક બોલરોના શાનદાર પ્રદર્શન પછી પ્લેસિસના અણનમ 43 રનની મદદથી ચેન્નાઈ સુપરકિંગ્સે આઈપીએલ-12માં કોલકાતા રાઇડર્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 108 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. વોટ્સન 17 રને નારાયણનો શિકાર બન્યો હતો. રૈના 14 રન બનાવી
 
IPL-2019: કોલકાતા સામે ચેન્નાઈનો 7 વિકેટે વિજય, બોલરોનું શાનદાર પ્રદર્શન

અટલ સમાચાર, ડેસ્ક

બોલરોના શાનદાર પ્રદર્શન પછી પ્લેસિસના અણનમ 43 રનની મદદથી ચેન્નાઈ સુપરકિંગ્સે આઈપીએલ-12માં કોલકાતા રાઇડર્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 108 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. વોટ્સન 17 રને નારાયણનો શિકાર બન્યો હતો. રૈના 14 રન બનાવી નારાયણની ઓવરમાં આઉટ થયો હતો. પ્લેસિસે 43 રન બનાવી ચેન્નાઈને જીત અપાવી હતી.

આન્દ્રે રસેલની અડધી સદી 50ની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઇપીએલ-12માં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 108 રન બનાવી લીધા છે. ચેન્નાઈને જીતવા માટે 109 રનનો પડકાર મળ્યો છે. રસલે એક છેડો સાચવી રાખતા 44 બોલમાં 5 ફોર અને 3 સિક્સરની મદદથી 50 રન બનાવ્યા હતા. ક્રિસ લિન પ્રથમ ઓવરમાં જ દીપક ચહરનો શિકાર બન્યો હતો. નારાયણ 6 અને નીતિશ રાણા ઝીરો રને આઉટ થતા કોલકાતાએ 9 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. રોબિન ઉથપ્પા પણ ખાસ કમાલ લ કરી શકતા 11 રને ચહરનો શિકાર બન્યો હતો. કોલકાતાએ 24 રને ચોથી વિકેટ ગુમાવી હતી.

દિનેશ કાર્તિક 19 અને શુભમન ગિલ 9 રને આઉટ થયો હતો. રસેલ સિવાય કોઈ બેટ્સમેન ખાસ કમાલ કરી શક્યો ન હતો. ચેન્નાઈ તરફથી દીપક ચહરે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે હરભજન અને તાહિરે 2-2 વિકેટ ઝડપી હતી. જાડેજાને 1 વિકેટ મળી હતી.