IPL-2019: ચેન્નાઈ સામે હૈદરાબાદની શાનદાર જીત, બેરિસ્ટો-વોર્નરની અર્ધશતકીય પારી

અટલ સમાચાર, ડેસ્ક સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ સિઝન 12નો 33મો મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિમમાં રમવામાં આવી રહી છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ સનરાઈઝર્સ હૈદરાબાદને બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું. ચેન્નાઈ પ્રથમ બેટિંગની શરૂઆત કરી 20 ઓવરમાં 05 વિકેટના નુકશાને 132 રન બનાવી શકી
 
IPL-2019: ચેન્નાઈ સામે હૈદરાબાદની શાનદાર જીત, બેરિસ્ટો-વોર્નરની અર્ધશતકીય પારી

અટલ સમાચાર, ડેસ્ક

સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ સિઝન 12નો 33મો મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિમમાં રમવામાં આવી રહી છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ સનરાઈઝર્સ હૈદરાબાદને બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું. ચેન્નાઈ પ્રથમ બેટિંગની શરૂઆત કરી 20 ઓવરમાં 05 વિકેટના નુકશાને 132 રન બનાવી શકી જેના જવાબમાં હૈદરાબાદે માત્ર 16.5 ઓવરમાં 04 વિકેટના નુકશાને 137 રન બનાવી સરળતાથી 6 વિકેટે જીત મેળવી.

ચેન્નાઇની પારી બાદ ઉતરેલી હૈદરાબાદને વોર્નર અને બેરિસ્ટોએ પહેલી વિકેટ માટે 5.4 ઓવરમાં 66 રનની ભાગીદારથી મજબૂત શરૂઆત અપાવી. વોર્નરે 25 બોલમાં 10 ચોગ્ગા માર્યા હતા. વોર્નરના આઉટ થયા બાદ હૈદરાબાદના સૂકાની કેન વિલિયમ્સન 3 અને વિજય શંકર 7 રન બનાવીને આઉટ થયા હતા. જો કે બેરિસ્ટોએ એક તરફથી બાજી સંભાળી અને બેરિસ્ટોએ દીપક હુડ્ડા સાથે ચોથી વિકેટ માટે 26 રનની ભાગીદારી કરીને ટીમને જીતાડી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે ફાફ ડુ પ્લેસિસના 45 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 132 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદે 16.5 ઓવરમાં 137 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધો હતો. જોની બેયરસ્ટો 44 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 61 રન બનાવી અણનમ રહ્યો હતો. વોર્નરે 25 બોલમાં 50 રન ફટકાર્યા હતા. દીપક ચહરે વોર્નરને આઉટ કરીને ચેન્નઈને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ કેપ્ટન કેન વિલિયમસન 3 રને તાહિરે આઉટ કરીને હૈદરાબાદને બીજો ઝટકો આપ્યો હતો. હૈદરાબાદે 105 રનના સ્કોરે ત્રીજી વિકેટ ગુમાવી હતી. વિજય શંકર 7 રને ઇમરાન તાહિરે વિકેટકીપર સેમ બિલિંગ્સના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આ દરમિયાન બેયિરસ્ટોએ 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. દીપક હુડ્ડા 13 રને કર્ણ શર્માએ આઉટ કર્યો હતો. તેણે 16 બોલમાં એક ચોગ્ગો ફટકાર્યો હતો.