File photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

IPL-2019ની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલ હતી. કિંગ્સ ઈલેવન પંજાબે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ કોલકાતા નાઈટ રાઈડર્સ પ્રથમ બેટિંગ સોંપી હતી. કોલકાતાએ 20 ઓવરના અંતે 04 વિકેટના નુકશાન સાથે 218 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કિંગ્સ ઈલેવન પંજાબ 20 ઓવરમાં 04 વિકેટના નુકશાને 190 રન જ બનાવી શક્યું. આખરે કોલકાતા નાઈટ રાઈડર્સની 28 રને જીત થઇ હતી.

આંદ્રે રસેલ 17 બોલમાં 48 રન બનાવી એડ્રયૂ ટાયની ઓવરમાં મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ થયો હતો. નીતિશ રાણા 34 બોલમાં 63 રન બનાવી વરૂણ ચક્રવર્તીની ઓવરમાં મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ થયો હતો. ક્રિશ લિન 10 બોલમાં 10 રન બનાવી મોહમ્મદ સામીની ઓવરમાં ડેવિડ મિલરના હાથે કેચ આઉટ થયો હતો. સુનિલ નારન 09 બોલમાં 24 રન બનાવી હાર્ડ્સ વિલ્ઝોનની ઓવરમાં કે.એલ.રાહુલને કેચ આપી બેઠો હતો. 20 ઓવરના અંતે રોબિન ઉથપ્પા 50 બોલમાં 67 રન અને દિનેશ કાર્તિક 01 બોલમાં 01 રન બનાવી અંનમ રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code