IPL 2019:રાજસ્થાન રોયલ્સે 7 વિકેટે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 14માં મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 7 વિકેટે પરાજય આપીને પોતાનો પ્રથમ વિજય મેળવ્યો છે. તો બેંગલોરનો સતત ચોથા મેચમાં ચોથો પરાજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય
 
IPL 2019:રાજસ્થાન રોયલ્સે 7 વિકેટે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક

ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 14માં મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 7 વિકેટે પરાજય આપીને પોતાનો પ્રથમ વિજય મેળવ્યો છે. તો બેંગલોરનો સતત ચોથા મેચમાં ચોથો પરાજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્‍ય હાસિલ કરી લીધો હતો. રાજસ્થાન તરફથી જોસ બટલરે અડધી સદી ફટકારી હતી. તો સ્ટીવન સ્મિથે 38 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે રાજસ્થાને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે.

રાજસ્થાનની ટીમે લક્ષ્‍યનો પીછો કરતા આક્રમક શરૂઆત કરી હતી. ઓપનર જોસ બટલર અને કેપ્ટન રહાણેએ પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ સ્ટીવ સ્મિથ અને રાહુલ ત્રિપાઠીએ ત્રીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. સ્ટીવ સ્મિથ 19મી ઓવરના છેલ્લા બોલ પર 38 રન બનાવી આઉટ થયો હતો. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને આરસીબીને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. બેંગલોર તરફથી પાર્થિવ પટેલે સૌથી વધુ 67 રન ફટકાર્યા હતા. આ સિવાય માર્કસ સ્ટોઇનિસે અણનમ 31 રન બનાવ્યા હતા.

7મી ઓવરના ત્રીજા બોલ પર બેંગલુરૂને પ્રથમ ઝટકો લાગ્યો અને કેપ્ટન કોહલી આઉટ થયો હતો. કોહલીએ 25 બોલમાં 23 રન બનાવ્યા અને શ્રેયસ ગોપાલના બાદ પર આઉટ થયો હતો. કોહલી આઉટ થયા બાદ ગોપાલે બેંગલોરને બીજો ઝટકો આપતા ડિવિલિયર્સને આઉટ કર્યો હતો. ત્યારબાદ શ્રેયસે 11મી ઓવરમાં શિમરોન હેટમેયરને પેવેલિયન પરત મોકલી દીધો હતો. પાર્થિવ પટેલે થોડા સમય માટે વિકેટ પર લગામ લગાવી પરંતુ 18મી ઓવરના બીજા બોલ પર 67 રન બનાવીને આર્ચરનો શિકાર બન્યો હતો. બેંગલોર તરફથી શ્રેયસ ગોપાલે 4 ઓવરમાં 1 ઓવર મેડન ફેંકીને 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો જોફ્રા આર્ચને એક સફળતા મળી હતી.