IPL 2019:સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવ્યો

અટલ સમાચાર, ડેસ્ક ઈન્ડીયન પ્રીમિયર લીગની 12 મી સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાન પર સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ દિલ્હીને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 08 વિકેટના નુકશાન સાથે 129
 
IPL 2019:સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવ્યો

અટલ સમાચાર, ડેસ્ક

ઈન્ડીયન પ્રીમિયર લીગની 12 મી સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાન પર સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ દિલ્હીને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 08 વિકેટના નુકશાન સાથે 129 રન બનાવી શક્યું. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 18.3 ઓવરમાં 05 વિકેટના નુકશાને 131 રન બનાવી પાંચ વિકેટે શાનદાર જીત મેળવી છે.

દિલ્હી વતી પૃથ્વી શો 11 બોલમાં 11 રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં ક્લીન બોલ્ડ થયા બાદ શિખર ધવન 14 બોલમાં 12 રન બનાવી મોહમ્મદ નબીની ઓવરમાં સંદિપ શર્માના હાથે કેચ આઉટ થયો હતો. જયારે ઋષભ પંત 07 બોલમાં 05 રન બનાવી મોહમ્મદ નબીની ઓવરમાં દીપક હુડ્ડાના હાથે કેચ આઉટ થયો હતો. રાહુલ તેવતિયા 07 બોલમાં 05 રન બનાવી સંદિપ શર્માની ઓવરમાં મોહમ્મદ નબીના હાથે કેચ આઉટ થયો હતો. કોલિન ઈનગ્રામ 08 બોલમાં 05 રન બનાવી સિદ્ધાર્થ કૌલની ઓવરમાં મનિષ પાંડેના હાથે કેચ આઉટ થયો. શ્રેયસ ઐયર 41 બોલમાં 43 રન બનાવી રાશીદ ખાનની ઓવરમાં ક્લિન બોલ્ડ થયો હતો. ક્રિસ મોરિસ 15 બોલમાં 17 રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં મોહમ્મદ નબીના હાથે કેચ આઉટ થયો. કેગિસો રબાડા 04 બોલમાં 03 રન બનાવી સિદ્ધાર્થ કૌલની ઓવરમાં ભુવનેશ્વરના હાથે કેચ આઉટ થયો. જ્યારે અક્ષર પટેલ 13 બોલમાં 23 રન બનાવી અણનમ રહ્યો હતો.

હૈદરાબાદના જોની બેયરસ્ટો 28 બોલમાં 48 રન બનાવી રાહુલ તેવટીયાની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયા. બાદ વોર્નર 18 બોલમાં 10 રન બનાવી કેગિસો રબાડાની ઓવરમાં ક્રિશ મોરિસના હાથે કેચ આઉટ થયો. મનીષ પાંડે 13 બોલમાં 10 રન બનાવી ઈશાંત શર્માની ઓવરમાં પૃથ્વી શઓના હાથે કેચ આઉટ થયો હતો. વિજય શંકર 21 બોલમાં 16 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં શ્રેયસ ઐયરના હાથે કેચ આઉટ થયો. દીપક હુડ્ડા 11 બોલમાં 10 રન બનાવી સંદિપ લામિછાનેની ઓવરમાં રબાડાના હાથે કેચ આઉટ થયો. જ્યારે મોહમ્મદ નબી 09 બોલમાં 17 રન અને યુસુફ પઠાણ 11 બોલમાં 09 રન બનાવી અણનમ રહ્યા હતા.