IPL-2019:સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને અણધાર્યો પરાજય આપ્યો

અટલ સમાચાર, ડેસ્ક 29 માર્ચે હોમ ગ્રાઉન્ડ હૈદરાબાદમાં રમતાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આઈપીએલ-2019ની મેચમાં રાજસ્થાન રોયલ્સને પાંચ-વિકેટથી પરાજય આપ્યો હતો. રાજસ્થાને સંજૂ સેમસનનાં અણનમ 102 રન અને કેપ્ટન અજિંકે રહાણેના 70 રનની મદદથી 20 ઓવરમાં બે વિકેટે 198 રન કર્યા હતા. તેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરના 69 રન, વિકેટકીપર જોની બેરસ્ટોના 45, વિજય શંકરના
 
IPL-2019:સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને અણધાર્યો પરાજય આપ્યો

અટલ સમાચાર, ડેસ્ક

29 માર્ચે હોમ ગ્રાઉન્ડ હૈદરાબાદમાં રમતાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આઈપીએલ-2019ની મેચમાં રાજસ્થાન રોયલ્સને પાંચ-વિકેટથી પરાજય આપ્યો હતો. રાજસ્થાને સંજૂ સેમસનનાં અણનમ 102 રન અને કેપ્ટન અજિંકે રહાણેના 70 રનની મદદથી 20 ઓવરમાં બે વિકેટે 198 રન કર્યા હતા. તેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરના 69 રન, વિકેટકીપર જોની બેરસ્ટોના 45, વિજય શંકરના 35 રનના યોગદાનની મદદથી 19 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 201 રન કરીને મેચ જીતી લીધી હતી. આમ, સેમસનની સદી રાજસ્થાન માટે વ્યર્થ ગઈ હતી. હૈદરાબાદના રશીદ ખાનને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે બોલિંગમાં જોસ બટલરની વિકેટ લીધી હતી અને બેટિંગમાં 15 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.