IPL 2019: શનિવારથી ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનનો પ્રારંભ

અટલ સમાચાર, ડેસ્ક આવતી કાલે આઇ.પી.એલ.ની 12મી સિઝનની શરુઆત થશે. આવતી કાલે પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન તેમ જ કુલ ત્રણ વખત ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ અને એક પણ વાર ટાઇટલ ન જીતી શકનાર રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર વચ્ચે રમાશે. મેચ રાત્રે 8.00 વાગ્યે શરુ થશે. આ વખતની આઇપીએલમાં ભાગ લેનારી બીજી છ ટીમોમાં મુંબઈ ઇન્ડિયન્સ,
 
IPL 2019: શનિવારથી ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનનો પ્રારંભ

અટલ સમાચાર, ડેસ્ક

આવતી કાલે આઇ.પી.એલ.ની 12મી સિઝનની શરુઆત થશે. આવતી કાલે પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન તેમ જ કુલ ત્રણ વખત ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ અને એક પણ વાર ટાઇટલ ન જીતી શકનાર રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર વચ્ચે રમાશે. મેચ રાત્રે 8.00 વાગ્યે શરુ થશે. આ વખતની આઇપીએલમાં ભાગ લેનારી બીજી છ ટીમોમાં મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી ડેરડેવિલ્સ, કોલકતા નાઇટ રાઇડર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબનો સમાવેશ છે.

ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા આઈ.પી.એલ.માં પોતાની પ્રથમ ઘરઆંગણાની મેચમાંથી ઉપજતા નાણાંને પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલા સી.આર.પી.એફ.ના જવાનોના પરિવારોને ભેટ કરશે અને મહેન્દ્રસિંહ ધોનીના હાથે તે રકમનો ચેક એનાયત કરાનાર છે. આઈ.પી.એલ.ની 12મી મોસમનો ડિફેન્ડિંગ ચેમ્પિયન સી.એસ.કે. અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમો વચ્ચે પહેલી મેચથી શનિવારે અહીના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે પ્રારંભ થનાર છે.

14મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના એક ત્રાસવાદી જૂથ દ્વારા થયેલા હુમલામાં સી. આર. પી. એફ.ના 40થી વધુ સૈનિક માર્યા ગયા હતા. કુલ 2,500 જવાનો 78 બસના કાફલામાં જમ્મુથી શ્રીનગર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ધોની ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીનો માનદ્ લેફ.કર્નલ છે. આ મેચની બધી ટિકિટ વેચાણમાં મુકાવાના થોડા કલાકમાં જ વેચાઈ ગઈ હતી. માર્યા ગયેલા જવાનોના માનમાં ભારતીય ક્રિકેટરો તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ખાસ આર્મીની કેપ પહેરી રમ્યા હતા અને પોતાની મેચ-ફીની રકમનો રાષ્ટ્રીય સંરક્ષણ ભંડારમાં ફાળો આપ્યો હતો. ઈશાંત શમાર્નું માનવું છે કે આઈ.પી.એલ.ની ટીમ દિલ્હી ડેરડેવિલ્સ પાસે આગામી સ્પર્ધા માટે એક સૌથી શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે. દિલ્હી કેપિટલ્સની ટીમમાં ફાસ્ટ અને સ્પિન બોલરોનું શ્રેષ્ઠ મિશ્રણ છે જેમાં ખાસ કરીને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટનો સમાવેશ છે. ઈશાંતના કહેવા પ્રમાણે ટીમમાં ટીમમાં સારા ઓલ-રાઉન્ડર સાથે ઘણા બોલિંગ વિકલ્પ છે.