IPL 2020: હૈદરાબાદએ રાજસ્થાન રોયલ્સ પર એકતરફી જીત મેળવી

અટલ સમાચાર, ડેસ્ક ઈન્ડિયન પ્રિમીયર લીગની 40મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદએ ગુરુવારે રાજસ્થાન રોયલ્સ પર એકતરફી જીત મેળવી લીધી. રાજસ્થાને પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 154 રન કર્યા, જેના જવાબમાં હૈદરાબાદની ટીમે આ ટાર્ગેટ 2 વિકેટ ગુમાવીને 18.1 ઓવરમાં જ પાર કરી લીધો. હૈદરાબાદે પોતાની બે સૌથી અગત્યની વિકેટ પહેલી 3 ઓવરમાં જ ગુમાવી દીધી હતો.
 
IPL 2020: હૈદરાબાદએ રાજસ્થાન રોયલ્સ પર એકતરફી જીત મેળવી

અટલ સમાચાર, ડેસ્ક

ઈન્ડિયન પ્રિમીયર લીગની 40મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદએ ગુરુવારે રાજસ્થાન રોયલ્સ પર એકતરફી જીત મેળવી લીધી. રાજસ્થાને પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 154 રન કર્યા, જેના જવાબમાં હૈદરાબાદની ટીમે આ ટાર્ગેટ 2 વિકેટ ગુમાવીને 18.1 ઓવરમાં જ પાર કરી લીધો. હૈદરાબાદે પોતાની બે સૌથી અગત્યની વિકેટ પહેલી 3 ઓવરમાં જ ગુમાવી દીધી હતો. વોર્નર 4 અને બેયરસ્ટો માત્ર 10 રન કરીને પેવેલિયન ભેગા થઈ ચૂક્યા હતા તેમ છતાંય હૈદરાબાદે રાજસ્થાનને એકતરફી અંદાજમાં હરાવી દીધું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પહેલું કારણઃ રાજસ્થાન રોયલ્સને પહેલી 3 ઓવરમાં સફળતા ચોક્કસ મળી હતી પરંતુ આ બંને સફળતાઓ તેમને જોફ્રા આર્ચરે અપાવી હતી. બીજી તરફ રાજસ્થાનના તમામ બોલર ખૂબ જ મોંઘા સાબિત થયા. રાજપૂત, કાર્તિક ત્યાગી, બેન સ્ટોક્સ તમામ ઘણા મોંઘા સાબિત થયા અને તેઓએ એક પણ વિકેટ પોતાના નામે ન કરી. મનીષ પાંડે અને વિજય શંકરે આર્ચરને સન્માન આપ્યું અને બીજા બોલરોને ખરાબ રીતે ફટકાર્યા. આ ત્રણેયફ બોલરોની ઇકોનોમી રેટ 10 રન પ્રતિ ઓવરથી વધુ રહી.

બીજું કારણઃ સ્ટીવ સ્મિથની ખરાબ કેપ્ટન્સી પણ રાજસ્થાન રોયલ્સની હારનું મોટું કારણ રહી. સ્મિથે પહેલી બે વિકેટ લેનારા આર્ચરનો યોગ્ય ઉપયોગ ન કર્યો. ત્રણ ઓવર બાદ જ્યારે હૈદરાબાદની ટીમ મુશ્કેલીમાં હતી તો તે દરમિયાન મનીષ પાંડેએ અચાનકથી તાબડતોડ બેટિંગ શરૂ કરી દીધી હતી. સ્મિથે તે સમયે આર્ચરને બોલિંગ ન સોંપી અને તેની બે ઓવર બચાવીને રાખી. પરિણામ હૈદરાબાદે જોતજોતામાં જ ખાસ કરીને મનીષ પાંડેએ રાજસ્થાન રોયલ્સથી મેચ છીનવી લીધી. જ્યારે આર્ચર ફરી અટેક કરવા આવ્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

ત્રીજું કારણઃ મનીષ પાંડેની સ્ફોટબ બેટિંગનો રાજસ્થાનના બોલરો પાસે કોઈ જવાબ નહોતો. પાંડેએ ખૂબ જ ઝડપી બેટિંગ કરી તમામને ચોંકાવી દીધા. પાંડે સામાન્ય રીતે સમય લઈને સંયમથી બેટિંગ કરે છે પરંતુ ગુરુવારે તેણે તાબડતોડ અંદાજમાં બેટિંગ કરતાં માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારી. પાંડેએ પોતાના અણનમ 83 રનની ઇનિંગમાં 8 સિક્સર ફટકારી. વિજય શંકરની સાથે તેણે 140 રનની પાર્ટનરશીપ કરી. વિજય શંકરશે પણ પાંડેનો સારો સાથ આપ્યો અને 52 રન કર્યા.

રાજસ્થાન ફરી એકવાર ખોટી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી. સ્ટોક્સથી ફરી ઓપનિંગ કરાવ્યું અને તે નવા બોલ સામે મુશ્કેલીમાં જોવા મળ્યો. બીજી તરફ ઓપનિંગ કરી રહેલા જોસ બટલરને પાંચ નંબર પર મોકલવામાં આવ્યો અને તે પણ માત્ર 9 રન કરીને આઉટ થઈ ગયો. ખૂબ જ સારા ફોર્મમાં રમી રહેલા રાહુલ તેવતિયાને માત્ર 3 બોલ રમવા મળ્યા. સંજૂ સેમસને 36 રન કર્યા પરંતુ તે સેટ થયા બાદ ફરી એકવાર પોતાની વિકેટ ફેંકતો જોવા મળ્યો.