IPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સે આઈપીએલના ઈતિહાસનો રેકોર્ડ રનચેઝ કરીને કિંગ્સ ઇલેવન પંજાબને 4 વિકેટે પરાજય આપ્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટે 223 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.3 ઓવરમાં 226 રન બનાવી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત
 
IPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક

શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સે આઈપીએલના ઈતિહાસનો રેકોર્ડ રનચેઝ કરીને કિંગ્સ ઇલેવન પંજાબને 4 વિકેટે પરાજય આપ્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટે 223 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.3 ઓવરમાં 226 રન બનાવી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. રાજસ્થાન તરફથી સ્ટીવ સ્મિથ (50), સંજૂ સેમનસ (85) અને રાહુલ તેવતિટા (53)એ અડધી સદી ફટકારી હતી. આ આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો રનચેઝ છે. આ મેચમાં કુલ 29 સિક્સ લાગી હતી.

પંજાબે આપેલા પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. રાજસ્થાને 19 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ સીઝનમાં પ્રથમ મેચ રમી રહેલ બટલર 4 રન બનાવી કોટ્રેલનો શિકાર બન્યો હતો. સ્ટીવ સ્મિથે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. સ્મિથે 27 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 50 રન બનાવ્યા હતા. તે જિમી નીશમનો શિકાર બન્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એક સમયે રાજસ્થાનની ટીમ જીત મેળવી શકશે નહીં પરંતુ રાહુલ તેવતિયાએ ઈનિંગની 18મી ઓવર ફેંકવા આવેલા શેલ્ડન કોટ્રેલની ઓવરમાં 5 સિક્સ ફટકારી હતી. આ સાથે તેવતિયા 31 બોલમાં 7 છગ્ગા સાથે 53 રન બનાવી આઉટ થયો હતો. સંજુ સેમસને સતત બીજી મેચમાં દમદાર બેટિંગ કરતા 42 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 85 રન બનાવ્યા હતા. અંતમાં જોફ્રા આર્ચરે ત્રણ બોલમાં બે છગ્ગા સાથે અણનમ 13 રન બનાવ્યા હતા.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબને બંન્ને ઓપનર કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે ધમાકેદાર શરૂઆત અપાવી હતી. યુવા બેટ્સમેન મયંક અગ્રવાલે આઈપીએલમાં અનેક રેકોર્ડ બનાવતા માત્ર 45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી પૂરી કરનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. રાહુલે 50 બોલમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 106 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ 9 બોલમાં બે ચોગ્ગા સાથે 13 અને નિકોલન પૂરન 8 બોલમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 25 રન બનાવી અણનમ રહ્યો હતો. રાજસ્થાન તરફથી અંકિત રાજપૂત અને ટોમ કરનને એક-એક સફળતા મળી હતી.