IPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી આપી જાણકારી

અટલ સમાચાર, ડેસ્ક કોરાના વાયરસના કારણે આ વર્ષે આઈપીએલનું આયોજન યૂએઈમાં ખાલી સ્ટેડિયમમાં કરવામાં આવી રહ્યું છે. મેદાન ભલે ખાલી હોય પણ આઈપીએલ જોનાર દર્શકોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બીસીસીઆઈના સચિવ જય શાહે જણાવ્યું છે કે શનિવારે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલા સિઝનના પ્રથમ મુકાબલાને રેકોર્ડ 20 કરોડ લોકોએ જોયો હતો. આ
 
IPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી આપી જાણકારી

અટલ સમાચાર, ડેસ્ક

કોરાના વાયરસના કારણે આ વર્ષે આઈપીએલનું આયોજન યૂએઈમાં ખાલી સ્ટેડિયમમાં કરવામાં આવી રહ્યું છે. મેદાન ભલે ખાલી હોય પણ આઈપીએલ જોનાર દર્શકોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બીસીસીઆઈના સચિવ જય શાહે જણાવ્યું છે કે શનિવારે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલા સિઝનના પ્રથમ મુકાબલાને રેકોર્ડ 20 કરોડ લોકોએ જોયો હતો. આ પહેલા આઈપીએલની કોઈ મેચને આટલી મોટી સંખ્યામાં જોવામાં આવી નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

IPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી આપી જાણકારી

જય શાહે ટ્વિટ કરીને કહ્યું હતું કે ડ઼્રીમ 11 આઈપીએલની ઓપનિંગ મેચે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. BARCના મતે લગભગ 20 કરોડ લોકોએ આ મેચ જોઈ હતી. આ કોઈપણ દેશની કોઈપણ લીગની ઓપનિંગ મેચ કરતા જોનારની સંખ્યાથી વધારે છે. જય શાહે લખ્યું છે કે આ સંખ્યામાં ડિઝની હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ બંને સામેલ છે. એમએસ ધોનીએ આ મેચ સાથે લગભગ સવા વર્ષ પછી મેદાનમાં વાપસી કરી હતી. તેની ટીમે પ્રથમ મેચમાં જીત મેળવી હતી.

IPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી આપી જાણકારી
જાહેરાત