ઉતરાયણની મજાની સાથે-સાથે આ બાબતો પણ ધ્યાનમાં રાખવી જરુરી…

અટલ સમાચાર, મહેસાણા તા.૧૪ જાન્યુઆરી ઉત્તરાયણ પર્વની ભારે હર્ષથી ઉજવણી કરાશે. પરંતું પતંગ ઉડાવતી વખતે આપણાથી કોઇ પક્ષી ઘાયલ ન થાય કે મૃત્યુ ન પામે તેની કાળજી રાખીએ. ઉલ્લેખનીય છે કે પતંગની દોરીથી પક્ષીઓને કંઇ નુકસાન ન થાય તે માટે બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર જીલ્લા વહીવટીતંત્ર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં
 
ઉતરાયણની મજાની સાથે-સાથે આ બાબતો પણ ધ્યાનમાં રાખવી જરુરી…

અટલ સમાચાર, મહેસાણા

તા.૧૪ જાન્યુઆરી ઉત્તરાયણ પર્વની ભારે હર્ષથી ઉજવણી કરાશે. પરંતું પતંગ ઉડાવતી વખતે આપણાથી કોઇ પક્ષી ઘાયલ ન થાય કે મૃત્યુ ન પામે તેની કાળજી રાખીએ. ઉલ્લેખનીય છે કે પતંગની દોરીથી પક્ષીઓને કંઇ નુકસાન ન થાય તે માટે બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર જીલ્‍લા વહીવટીતંત્ર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે.

નોંધનીય છે કે ઉતરાયણ પ્રસંગે પક્ષીઓને બચાવવા માટે વહીવટીતંત્ર દ્વારા તા. 10 થી 20 જાન્‍યુઆરી દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કરૂણા અભિયાન અંતર્ગત તા. 10 થી 20 જાન્‍યુઆરી દરમિયાન જીલ્‍લા અને તાલુકા કક્ષાએ કન્‍ટ્રોલ રૂમ ઉપરાંત બનાસકાંઠા જિલ્‍લામાં 48 પક્ષી સારવાર કેન્‍દ્રો કાર્યરત કરાયા છે. તેમજ બનાસકાંઠા જીલ્‍લામાં આવેલ 62 જેટલા પશુ દવાખાનાઓ ઉપર પણ ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવશે.

પતંગ ઉડાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો…

– ફકત ઉત્તરાયણના દિવસે જ પતંગ ઉડાવીએ.
-વૃક્ષો, ઇલેકટ્રીક લાઇન અને ટેલીફોન લાઇનથી દુર રહી પતંગ ઉડાવવાની મજા લેવી.
-ઘાયલ પક્ષીને જોતાં તરત જ નજીકના સારવાર કેન્‍દ્ર કે બચાવ કેન્‍દ્રનો સંપર્ક કરો.
-ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી બાસ્‍કેટ કે કાણાવાળા પુંઠામાં રાખી તેને ઝડપથી સારવાર કેન્‍દ્રમાં પહોંચાડીએ.
– ઘરના ધાબામાં કે આજુબાજુના વૃક્ષોમાં ફસાયેલ દોરી અને ગુંચડાનો નિકાલ કરીએ.

પતંગ ઉડાવતી વખતે નીચેની બાબતો બિલકુલ ન કરવી…

– સવારે ૯ વાગ્‍યા પહેલાં કે સાંજના ૫ (પાંચ) વાગ્‍યા પછી પતંગ ન ચગાવીએ. કારણ કે આ સમયે પક્ષીઓ પોતાના માળામાંથી બહાર અને સાંજે પરત માળામાં જતાં હોય છે.
–  તુક્કલ ન ચગાવીએ.
– ચાઇનીઝ, સિન્‍થેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ ન કરીએ.
– ઘાયલ પક્ષીના મોંઢામાં પાણી કે ખોરાક ન મુકીએ. કારણ કે તેનાથી ઘાયલ પક્ષી વધારે મુશ્‍કેલીમાં મુકાય છે.
– ફટાકડા ન ફોડીએ તથા લાઉડ સ્‍પીકરો પણ ન વગાડીએ.
– ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતાં તેને પક્ષી સારવાર કેન્‍દ્રમાં લઇ જઇ સારવાર અપાવીએ.
– ઘાયલ પક્ષી પર પાણી ન રેડીએ.

ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ

ગુજરાતના તમામ શહેરોમાં ઘવાયેલા, બિમાર પશુ-પક્ષીઓની સ્થળ પર જ નિઃશુલ્ક સારવાર માટે રાજય સરકાર દ્વારા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન નંબર-1962 છે તે ઉપર સવારે- 8-00 થી રાત્રે 8-00 વાગ્યા સુધી સંપર્ક કરી શકાશે.