નોકરીઃ 17 થી 20 ફેબ્રુઆરી રાજ્યકક્ષાનો એરમેન ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા રાજ્યના 12 સાયન્સ પાસ યુવા અપરિણીત ઉમેદવારો માટે ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવવાની સુવર્ણ તક સાપડી છે. સુરતના આંગણે આગામી તા.17થી 20મી ફેબ્રુઆરી દરમિયાન રાજયકક્ષાનો એરમેન ભરતી મેળો યોજાશે. જેમાં ગ્રુપ-વાય મેડીકલ આસીસ્ટન્ટમાં ભરતી યોજાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ, ઉધના મગદલા રોડ વેસુ ખાતે સેન્ટ્રલ એરમેન સિલેક્શન બોર્ડ દ્વારા વાયુસેના ભરતી
 
નોકરીઃ 17 થી 20 ફેબ્રુઆરી રાજ્યકક્ષાનો એરમેન ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યના 12 સાયન્સ પાસ યુવા અપરિણીત ઉમેદવારો માટે ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવવાની સુવર્ણ તક સાપડી છે. સુરતના આંગણે આગામી તા.17થી 20મી ફેબ્રુઆરી દરમિયાન રાજયકક્ષાનો એરમેન ભરતી મેળો યોજાશે. જેમાં ગ્રુપ-વાય મેડીકલ આસીસ્ટન્ટમાં ભરતી યોજાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ, ઉધના મગદલા રોડ વેસુ ખાતે સેન્ટ્રલ એરમેન સિલેક્શન બોર્ડ દ્વારા વાયુસેના ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યભરના યુવા ઉમેદવારોને આવરી લેતા આ ભરતી મેળો રાજ્યના જિલ્લાઓના ઉમેદવારો માટે બે ભાગમાં યોજાશે. ગ્રુપ વાય (નોન ટેક્નિકલ) મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ માટે તા.17મીએ યોજાશે. મેળામાં રાજ્યના અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગાંધીનગર, પોરબંદર, અમદાવાદ, મહેસાણા, દીવ-દમણ, દાદરા અને નગર હવેલી જિલ્લાઓના ઉમેદવારો ભાગ લઈ શકશે. જેમાં પ્રથમ દિને તા.17મીએ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન ફિઝિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા યોજાશે જેમાં સફળ થનાર ઉમેદવારો બીજા દિને 18મીએ એડેપ્ટબીલીટી ટેસ્ટ-1 અને એડેપ્ટબીલીટી ટેસ્ટ-2લેવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, ઉમર અને શારીરિક માપદંડો નિર્ધારિત કરાયા છે. જેમાં મેડિકલ આસિસ્ટન્ટ (નોન ટેક્નિકલ) ટ્રેડ માટે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે સરેરાશ 50 ટકા પાસ અને અંગ્રેજી વિષયમાં 50 માર્ક્સ સાથે પાસ હોવું જરૂરી છે. તા.17/1/2000 થી તા.30/12/2003 જન્મ થયેલો હોવો જોઈએ. તથા લઘુતમ ઊંચાઈ 152.5 સે.મી. હોવી જરૂરી છે. આ ભરતી પરીક્ષા કમિશન અધિકારી, પાઈલોટ, નેવિગેટર્સ માટે નથી.

વાયુસેનાના નિવૃત્ત અધિકારીઓના સંતાનો પણ ભરતીમાં ભાગ લઇ શકશે. ઉમેદવારો ભાગ લેવા માટે https://bit.ly/2tD2JbA લીંક પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. વધુ વિગતો માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, સી-બ્લોક પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત ખાતે તેમજ એન.સી.એસ.નો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૨૫ ૧૫૧૪ પર પુછપુરછ કરી શકશે. વધુ વિગતો માટે આ ભરતી રેલી સંદર્ભે ઇન્ડિયન એરફોર્સની વેબસાઈટ www.airmenselection.cdac.in પર પ્રસિદ્ધ જાહેરાતમાંથી પણ મેળવી શકશે. રાત્રીના સમય દરમિયાન આવતા ઉમેદવારો માટે સુરત એસ.ટી.બસ સ્ટેશન ખાતેથી દ.ગુજરાત યુનિ. ખાતે લઈ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.