drashtiba rajput
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

 

અટલ સમચાાર, મહેસાણા

વડનગર તાલુકાના કરબટીયા ગામની ખેડૂતપુત્રીએ અંડર-16 જૂડો સ્પર્ધામાં ટોપ-5માં જગ્યા બનાવતા ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં ખેલ પ્રતિભા તરીકે ઉભરી આવી છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જૂડો સ્પર્ધા પ્રત્યે કિશોર અને યુવાઓનું આકર્ષણ વધી રહ્યું છે. જોકે તેમાં પણ કિશોરીઓનું પ્રભુત્વ નહીવત્ હોવા સામે દ્રષ્ટીબા કિશનસિંહ રાજપૂતે ‘ખેલો ઈન્ડીયા’માં પાંચમો નંબર મેળવતા સ્પોર્ટ્સ આઈકોન તરીકે ઓળખાવા લાગી છે.

તાજેતરમાં ખેલો ઈન્ડીયા કાર્યક્રમમાં રમત-ગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન ગોઠવાયું હતું. જેમાં અંડર-16 ગ્રુપમાં સમાવિષ્ટ રમતો પૈકી જૂડોમાં ગુજરાતી કિશોરી ટોપ-5માં જગ્યા બનાવવામાં સફળ રહી છે. 12 વર્ષથી જ પરિવારે જૂડોમાં આકર્ષણ જોતાં સ્થાનિક કોચ મારફત તાલીમ અપાવવાનું શરુ કર્યું હતું. આ દરમિયાન ગુજરાતમાં પણ યોજાયેલ ખેલમહાકુંભમાં ત્રણ-ત્રણ વાર ગોલ્ડમેડલ મેળવતા પરિવારે દ્રષ્ટીબાને રમત-ગમતમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું છે. આ સંજોગોમાં તાજેતરની ખેલો ઈન્ડીયામાં યોજાયેલ અંડર-16 જૂડો સ્પર્ધામાં પાંચમો નંબર મેળવતા ઉત્તર ગુજરાતના રમતવીરોને જાણે પ્રોત્સાહન પુરુ પાડ્યું છે.

આ અંગે કોચ ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, રોજીંદા સ્વરુપે 4 થી 5 કલાકની કઠીન મહેનતના અંતે જૂડોના 30થી વધુ સ્પર્ધકો વચ્ચેની ગળાકાપ સ્પર્ધામાં 5મો નંબર મેળવ્યો છે. જેને પગલે કિશોરીને ભવિષ્યમાં ઓલમ્પીક સ્પર્ધામાં ઉતારવાનું આયોજન ગોઠવાઈ રહ્યું છે.

 

 

 

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code