mot
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, વડોદરા

આજે વડોદરા ખાતે એક કરુણ ઘટના બનવા પામી છે. વડોદરાના ભાયલીમાં પ્રથમ ઝઘડા થયા બાદ પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના ભાયલીમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે ફ્લેટમાં રહેલા એક દંપતિ વચ્ચે ઝઘડાનો કરુણ અંજામ આવ્યો હતો. ઝઘડા દરમિયાન પતિએ પત્નીનું માથું દિવાલ સાથે અથડાવી હત્યા નીપજાવી હતી. હત્યા બાદ પતિ પોતે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદી પડી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળેલ છે.

ઘરમાં તપાસ કરતાં તેની પત્ની લોહીથી લથપથ પડી હતી. પ્રાથમિક તારણમાં કહેવામાં આવી રહ્યું છે કે પહેલા મૃતકે  પત્નીની હત્યા નીપજાવી હતી ત્યારબાદ પોતે આપઘાત કરી લીધો છે. આ બાબતની  પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code