આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મોરબી

મોરબીમાં લૉકડાઉન વચ્ચે આજે સવારે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મોરબીના વાવડી રોડ પર આવેલા રવિ પાર્કમાં રહેવા માટે પાંચ માસ પૂર્વ એક પરિવાર આવ્યો હતો. મોરબીના શનાળા રોડ પર આવેલા લેજેન્ડ જીમમાં નોકરી કરતા વિષ્ણુ બીસી નામનો ટ્રેનર તેના માલિકના ઘરમાં ભાડા પર તેની પત્ની તુલસી અને દીકરીએ સાથે રહે છે. જોકે આજે સવારે તુલસીએ પોતાની બંને દીકરીનું ગળું દબાવી હત્યા કરી અને પોતે પણ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોરબીમાં આજે સવારે અગમ્ય કારણસર તેની પત્ની તુલસી બીસીએ આશરે 8:30 વાગ્યાના સુમારે તેની પાંચ વર્ષની પુત્રી સર્જિની અને નવ માસની પુત્રી પૂજાનું ગળું દબાવીને હત્યા કરી લીધી હતી. જે બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ ક્યા કારણસર બન્યો તે જાણવા મળ્યું નથી. બે માસૂમ બાળકીઓનાં મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતાની સાથે જ મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ, એ ડિવિઝન PI આર. જે. ચૌધરી સહિતનો પોલીસ કાફલો તાબડતોબ બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે એફએસએલની મદદ લઈને જીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code