આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અમરેલી

23મીએ રવિવારે સાંજે 7 વાગ્‍યે બગસરાના બાલાપુરમાં હાર્દિક મહાસંમેલનને સંબોધી યાત્રાનું સમાપન કરશે

 

ખેડૂતોનું દેવુ માફ કરો, ખેડૂતોને ટેકાના ભાવ આપો, ખેડૂતોને પાક વીમો આપો અને ખેડૂતોને સમયસર 24 કલાક વીજળી આપવાની માગણી સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. હાર્દિક પટેલની અધ્યક્ષતામાં યોજાનાર ખેડૂત વેદના પદયાત્રા પ્રથમ દિવસે અમરેલી અને સાવરકુંડલાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ફરશે અને સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે સાંજે 6 વાગ્‍યે ગ્રામસભા યોજાશે અને રાત્રી રોકાણ કરશે.

21 ડિસેમ્બર 2018ના દિવસે પદયાત્રાના બીજા દિવસે બપોરે 12 વાગ્‍યે ચલાલા ખાતે ગ્રામસભા સાથે પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. 22ને શનિવારે સવારે 10 વાગ્‍યે બગસરા તાલુકાના હામાપુર ગામે પદયાત્રાનું આગમન થશે ત્યાર બાદ બપોરે 12 વાગ્‍યે કાગદડીમાં ગ્રામસભા બાદ લુંધીયા અને સુડાવળમાં પદયાત્રાનું આગમન થશે. સાંજે 6-30 વાગ્‍યે બગસરાના શાપરમાં ગ્રામસભા યોજાશે અને પદયાત્રા ત્‍યાં જ રાત્રી રોકાણ કરશે.23મીએ રવિવારે પદયાત્રાના અંતિમ દિવસે બગસરામાં સવારે 10 વાગ્‍યે ગ્રામસભા યોજાશે. જયારે બપોરે 12 વાગ્‍યે ડેરી પીપળીયામાં ગ્રામસભા યોજાશે અને સાંજે પણ વાગ્‍યે માવજીંજવામાં પદયાત્રાનું આગમન થશે.યાત્રાનું સમાપન 23મીએ રવિવારે સાંજે 7 વાગ્‍યે બગસરાના બાલાપુરમાં થશે. ખેડૂત વેદના મહાસંમેલનને હાર્દિક પટેલ સંબોધશે.

23 Oct 2020, 12:07 PM (GMT)

COVID-19 Global Stats

42,089,023 Total Cases
1,144,271 Death Cases
31,233,602 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code