ખેલ જગતઃ ક્રિકેટ નવા નિયમો સાથે, મે મહિનાના અંતમાં શરુ થશે ટ્રેનિંગ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના કારણે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટની રમત બંધ છે. ક્રિકેટર ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે. કોઈને ખબર નથી કે મેદાનમાં ક્યારે ઉતરી શકશે. જોકે કોરોનાના કહેર વચ્ચે ક્રિકેટર્સને રાહત આપનાર અને આશા જગાવનારા એક સમાચાર સામે આવ્ચા છે. ‘ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ’ના રિપોર્ટ પ્રમાણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) આ મહિનાના અંતમાં
 
ખેલ જગતઃ ક્રિકેટ નવા નિયમો સાથે, મે મહિનાના અંતમાં શરુ થશે ટ્રેનિંગ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના કારણે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટની રમત બંધ છે. ક્રિકેટર ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે. કોઈને ખબર નથી કે મેદાનમાં ક્યારે ઉતરી શકશે. જોકે કોરોનાના કહેર વચ્ચે ક્રિકેટર્સને રાહત આપનાર અને આશા જગાવનારા એક સમાચાર સામે આવ્ચા છે. ‘ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ’ના રિપોર્ટ પ્રમાણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) આ મહિનાના અંતમાં ટીમોના સત્ર પૂર્વ ટ્રેનિંગ શરુ કરવાની તૈયારી કરી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોવિડ-19 મહામારીથી ખેલાડીઓની સુરક્ષા માટે નવા ટ્રેનિંગ નિયમો બનાવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે સીએ પોતાના મુખ્ય મેડિકલ અધિકારી ડો. જોન આર્ચર્ડ, ખેલ વિજ્ઞાન અને ખેલ મેડિસિન પ્રમુખ એલેક્સ કોંટૂરિસના અંડરમાં ટ્રેનિંગ શરુ કરવાની રણનિતી બનાવી રહ્યું છે. આ બંને ક્રિકેટ રમનાર અન્ય દેશોના પોતાના સમકક્ષો સાથે મળીને કામ કરી રહ્યા છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા સરકાર અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની સમિતિઓના સભ્ય પણ છે. જે રમતને ફરીથી શરુ કરવા માટે રીત શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સીએની પ્રાથમિકતા ખેલાડીઓના ટ્રેનિંગના નિયમો તૈયાર કરવાની છે. જેમાં ટ્રેનિંગ દરમિયાન બોલને ચમકાવવા માટે લારના ઉપયોગને પ્રતિબંધ કરવો પણ સામેલ છે. કોંટૂરિસે કહ્યું છે કે કોરોના વાયરસના કારણે ઉભી થયેલી સ્થિતિ ક્રિકેટ જેવી રમતની ટ્રેનિંગ પર વધારે અસર પડશે નહીં. નેટ્સ પર ખેલાડીઓ વચ્ચે ડિસ્ટન્સ હોય છે. દરેક નેટ પર બે કે ત્રણ બોલર હોય છે. એક સમયે એક બોલર બોલ ફેંકે છે અને બેટ્સમેન 22 ગજ દૂર હોય છે. જેથી આ મોટી સમસ્યા રહી નથી. કોવિડ-19ના કારણે સામાજિક ડિસ્ટન્સ જરુરી છે. આવા સમયે ખેલાડી ઉજવણી કરવાની નવી રીત શોધી લેશે.