વડોદરા એરપોર્ટને કિલનનેશ એન્ડ સેફ્ટી મેજર્સનો એવોર્ડ અપાશે

અટલ સમાચાર, વડોદરા દેશમાં કાર્યરત 122 જેટલા એરપોર્ટમાંથી ગુજરાતના વડોદરા એરપોર્ટે સ્વચ્છતા અને સેફ્ટી મેજર્સમાં બાજી મારી છે. વડોદરા એરપોર્ટને કિલનનેશ એન્ડ સેફ્ટી મેજર્સમાં સમગ્ર દેશમાં સર્વ પ્રથમ સ્વચ્છ ભારત એવોર્ડ પ્રાપ્ત થયો છે. આગામી 31મી માર્ચના રોજ દિલ્હી ખાતે રાજીવગાંધી ભવનમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રાના હસ્તે વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર ચરણસિંહ એવોર્ડ
 
વડોદરા એરપોર્ટને કિલનનેશ એન્ડ સેફ્ટી મેજર્સનો એવોર્ડ અપાશે

અટલ સમાચાર, વડોદરા

દેશમાં કાર્યરત 122 જેટલા એરપોર્ટમાંથી ગુજરાતના વડોદરા એરપોર્ટે સ્વચ્છતા અને સેફ્ટી મેજર્સમાં બાજી મારી છે. વડોદરા એરપોર્ટને કિલનનેશ એન્ડ સેફ્ટી મેજર્સમાં સમગ્ર દેશમાં સર્વ પ્રથમ સ્વચ્છ ભારત એવોર્ડ પ્રાપ્ત થયો છે. આગામી 31મી માર્ચના રોજ દિલ્હી ખાતે રાજીવગાંધી ભવનમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રાના હસ્તે વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર ચરણસિંહ એવોર્ડ સ્વીકારશે.

વડોદરા એરપોર્ટના ન્યુ ઇન્ડીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગને 160 કરોડના ખર્ચે સ્ટીલ સ્ટ્રક્ટરમાંથી તૈયાર કરાયું હતું. જેનું લોકાર્પણ તા.22મી ઓક્ટોબર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરાયું હતું. છેલ્લા બે વર્ષના સમયગાળામાં વડોદરા એરપોર્ટને અનેકવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે. ગત વર્ષે સમગ્ર ભારતમાં વડોદરા એપરોર્ટને દ્વિતિય એવોર્ડ પ્રાપ્ત થયો હતો. પરંતુ આ વર્ષે 15 લાખ પેસેન્જરોને હેન્ડલ કરતા એરપોર્ટની કેટેગરીમાં વડોદરા એરપોર્ટને ક્લિનનેશ એન્ડ સેફ્ટી મેજર્સમાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. દ્વિતિય ક્રમે મદુરાઇ તેમજ ત્રીજા ક્રમે ઉદેપુર એરપોર્ટનો સમાવેશ થાય છે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે ભારતમાં કાર્યરત 122 એરપોર્ટનો 3 કેટેગરીમાં સમાવેશ કરાયો છે. જેમાં દર વર્ષે 15 લાખ મુસાફરોની આવન-જાવન ધાવતા એરપોર્ટની કેટેગરીમાં વડોદરાના એરપોર્ટ મેદાન મારતા નગરજનો આનંદિત થયા છે. ડિસેમ્બર મહિનામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ખાનગી એજન્સી દ્વારા સર્વે હાથ ધરાયો હતો. જેમાં વડોદરાના ન્યુ ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગના 17500 સ્ક્વેરમીટરના કાર્પેટ એરિયાની સ્વચ્છતા સુઘડતા તેમજ સલામતિએ ધ્યાન દોર્યું હતું.