આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ ફિરોઝ ગાંધી અને ઈન્દિરા ગાંધીના દીકરા હતા. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 1984-1989માં તેઓ પીએમ બન્યા હતા. રાજીવ ગાંધીએ દેહરાદૂનના પ્રતિષ્ઠિત દૂન સ્કૂલથી અભ્યાસ કર્યો. લંડનના ઈમ્પીરિયલ કોલેજમાં એડમિશન લીધું અને કેમ્બ્રિજ યૂનિવર્સિટીથી એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો.

ભારતમાં કોમ્પ્યૂટર ક્રાંતિ લાવનાર પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની આજે 75મી જન્મ જયંતિ છે. આ અવસર પર કોંગ્રેસના કેટલાય વરિષ્ઠ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, ગુલામ નબી આઝાદ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કેટલાય અન્ય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. પ્રિયંકા ગાંધી સાથે તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ જોવા મળ્યા.

FILE PHOTO

પીએમ બનતાં પહેલાં પાયલોટ હતા. રાજીવ ગાંધીને ભારતમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને કોમ્યુનિકેશન ક્રાંતિનું શ્રેય આપવામાં આવે છે. તેમણે ઈકોનોમીના ઉદારીકરણ અને સરકારી નૌકરશાહીમાં સુધારો લાવવા માટે કેટલાંય પગલાં ભર્યાં. વર્ષ 1965માં રાજીવ ગાંધીની મુલાકાત ઈટલીમાં સોનિયા ગાંધી સાથે થઈ અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધાં.

કેમ રાજનિતિમાં આવવા નહોતા માગતાઃ

રાજીવ ગાંધીના નાના ભાઈ સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં નિધન ન થયું હોત તો રાજીવ ગાંધી રાજનીતિમાં ક્યારેય આવવા નહોતા માંગતા. 23 જૂન 1980ના રોજ જ્યારે સંજય ગાંધીનું પ્લેન ક્રેશ થયું તે બાદ રાજીવ ગાંધીની જિંદગી બદલાઈ ગઈ અને તેઓ રાજનીતિમાં ઉતરી ગયા. જૂન 1981માં અમેઠી લોકસભા પેટાચૂંટણઈમાં તેમણે જીત હાંસલ કરી. તેમને 2 લાખ 58 હજાર 884 વોટ મળ્યા હતા સંજય ગાંધીના નિધન બાદ આ સીટ પર પેટાચૂંટણી થઈ હતી. તે મહિને જ તેઓ કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં મેમ્બર પણ બન્યા હતા.

 કેવી રીતે બન્યા ડાપ્રધાનઃ-

31 ઓક્ટોબર 1984ના રોજ ભારતીય રાજનીતિમાં જે થયું તે અંગે કોઈએ વિચાર્યું પણ નહિં હોય. ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ ઈન્દિરા ગાંધીને બે સિખ બૉડીગાર્ડે ગોળી મારી દીધી. જ્યારે આ ઘટના થઈ ત્યારે રાજીવ ગાંધી કોલકાતામાં હતા. તેમની માતાની હત્યાની થોડી કલાકો બાદ સરકાર બૂટા સિંહ અને તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહે તેમને વડાપ્રધાન બનવા માટે કહ્યું. પદ સંભાળ્યા બાદ તેમણે રાષ્ટ્રપતિથી સંસદ ભંગ કરાવી બીજીવાર ચૂંટણી કરાવવા કહ્યું. રાજીવ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા અને ચૂંટણીમાં કોંગ્રેસે ઐતિહાસિક જીત હાંસલ કરી. ત્યારે કોંગ્રેસને 414 સીટ મળી હતી. 40 વર્ષની ઉંમરમાં 31 ડિસેમ્બર 1984ના રોજ રાજીવ ગાંધી ભારતના સૌથી યુવા પીએમ બન્યા.kirit devagadh

હુમલો રાજીવ ગાંધીઃ

1987માં શ્રીલંકાના પ્રવાસે ગયા હતા ત્યારે શ્રીલંકાના નેવીના એક જવાને રાઈફલની બટનથી તેમના પર હુમલો કર્યો હતો. આ એવા સમયે થયું જ્યારે શ્રીલંકામાં સેના મોકલ્યા બાદ રાજીવ ગાંધી આ પાડોસી દેશના પ્રવાસ પર ગયા હતા. જ્યારે તેઓ ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે જ રોહાના વિજેમુની નામના એક જવાને તેમના પર હુમલો કરી દીધો. જો કે ઘટનાને પગલે તેમને કોઈ ઈજા નહોતી પહોંચી.

કેવી રીતે થયું મોતઃ

તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન 21 મે 1991ના રોજ તેમને બોમ્બથી ઉડાવી દીધા. આત્મઘાતી હુમલાખોરને ખુદ રાજીવ ગાંધીએ પોતાની પાસે આવવાની મંજૂરી આપી હતી.પ્રધાનમંત્રી રહેતા શ્રીલંકામાં શાંતિ સેના મોકલવાને લઈ આતંકી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ ઈલમ રાજીવ ગાંધીનું દુશ્મન બની ગયું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code