લાલબત્તી@ગાયિકા: સ્કોર્પિયોમાં છરીની અણીએ દુષ્કર્મ આચરનાર સામે ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતી મહિલા ગાયક કલાકારો માટે લાલબત્તી સમાન કીસ્સો મોરબીમાં સામે આવ્યો છે. મોરબીના ગુગણ નજીક ગાયક કલાકાર સંગીતના કાર્યક્રમમાં સાથે લઈ ગયા બાદ છરીની અણીએ મહિલા ગાયક કલાકાર પર દુષ્કર્મ ગુજારતા ફરિયાદ નોંધાઈ હતી. મોરબીમાં મહિલા ગાયિકાને કાર્યક્રમ આપવા જવાનું છે કહી ગત તારીખ 19 જૂનના રોજ માળીયા મિયાણા ખાતે રહેતા સલીમ
 
લાલબત્તી@ગાયિકા: સ્કોર્પિયોમાં છરીની અણીએ દુષ્કર્મ આચરનાર સામે ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતી મહિલા ગાયક કલાકારો માટે લાલબત્તી સમાન કીસ્સો મોરબીમાં સામે આવ્યો છે. મોરબીના ગુગણ નજીક ગાયક કલાકાર સંગીતના કાર્યક્રમમાં સાથે લઈ ગયા બાદ છરીની અણીએ મહિલા ગાયક કલાકાર પર દુષ્કર્મ ગુજારતા ફરિયાદ નોંધાઈ હતી.

મોરબીમાં મહિલા ગાયિકાને કાર્યક્રમ આપવા જવાનું છે કહી ગત તારીખ 19 જૂનના રોજ માળીયા મિયાણા ખાતે રહેતા સલીમ મિયાણા નામનો શખ્સ સ્કોર્પિયો કારમાં બેસાડી સાથે લઈ ગયો હતો. મોડી રાત્રીના અંધારામાં મોરબી તાલુકાના ગુગણ નજીક સલીમે મહિલાને છરી બતાવીને ડરાવી ધમકાવી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી અંધારામાં દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ નોંધાતા ગુજરાતી કલાકાર જગતમાં ચકચાર મચી ગઇ છે.

આ બનાવ બાદ પીડિત મહિલા હેબતાઈ જતા તુરંત કોઈ ફરિયાદ કરી ન હતી પરંતુ બે દિવસ બાદ સ્વસ્થ થતા પીડિતાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ હતી. પોલીસે દુષ્કર્મ સહિતની કલમો લગાવી આરોપીની શોધખોળ આદરી છે. બનાવની તપાસ તાલુકા પોલીસ મથકના પી.આઈ. એમ.વી.પટેલે હાથ ધરી માળીયા મિયાણાના સલિમ નામના ઇસમની શોધખોળ હાથ ધરી છે.