ધારાસભ્ય@વાવ: લોકડાઉનમાં ફસાયેલ મજૂરોને વતન જવાની વ્યવસ્થા કરો

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે વાવ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ગુજરાતમાં જુદા-જુદા જીલ્લાઓમાં ગયેલ શ્રમિકો અને રત્નકલાકારોને તથા પ્રાસંગિક કામે ગયેલા લોકોને વતનના જીલ્લામાં જવા માટે જીલ્લાફેરની મંજુરી આપવા રજૂઆત કરી છે. આગામી ત્રણ તારીખ સુધી લોકડાઉનની સ્થિતિ વચ્ચે વાવ ધારાસભ્યએ પત્ર લખી લોકડાઉનમાં ફસાયેલ મજૂરો સહિતનાને વતન જવાની
 
ધારાસભ્ય@વાવ: લોકડાઉનમાં ફસાયેલ મજૂરોને વતન જવાની વ્યવસ્થા કરો

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે વાવ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ગુજરાતમાં જુદા-જુદા જીલ્લાઓમાં ગયેલ શ્રમિકો અને રત્નકલાકારોને તથા પ્રાસંગિક કામે ગયેલા લોકોને વતનના જીલ્લામાં જવા માટે જીલ્લાફેરની મંજુરી આપવા રજૂઆત કરી છે. આગામી ત્રણ તારીખ સુધી લોકડાઉનની સ્થિતિ વચ્ચે વાવ ધારાસભ્યએ પત્ર લખી લોકડાઉનમાં ફસાયેલ મજૂરો સહિતનાને વતન જવાની વ્યવસ્થા કરવા માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, હાલ કોરોના વાયરસ કોવીડ 19 નામની મહામારીને કારણે દેશ લોકડાઉનની સ્થિતી છે. ત્યારે આ વાયરસને અટકાવવા માટે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યુ છે. વતનના જીલ્લામાંથી બીજા જીલ્લામાં મજુરી કામ તેમજ રત્નકલાકારો બીજા જીલ્લામાં ખાસ કરીને સુરતમાં ગયેલ હોય જેઓ હાલ લોકડાઉનના કારણે ખૂબ જ નાણાકીય તેમજ  અને અન્ય પ્રકારની મુશ્કેલી ભોગવી રહ્યા છે.

આ સાથે ગેનીબેન ઠાકોરે જણાવ્યુ હતુ કે, લોકડાઉનમાં ફસાયેલા લોકોને વતન જવા મંજૂરી આપવામાં આવી છે. હાલમાં ખેતીકામનો સમયશરૂ થઇ ગયેલ હોય તો સુરતથી વતનના જીલ્લામાં જવા માટેની મંજુરી આપવા સરકારના નિતીનિયમ પ્રમાણે મેડિકલ ચેકઅપ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ભલામણ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કરી છે.