મોરબી: કોરોના સામે લડવા સિરામિક ઉદ્યોગકારોએ 4.5 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી

અટલ સમાચાર,ડેસ્ક કપરી પરિસ્થિતિમાં સહાયમાં મોરબી શહેર હંમેશા આગળ હોય છે. પછી તે વાવાઝોડું હોય કે અન્ય કોઈ વિકટ પરિસ્થિતિ. હાલ કોરોનાએ વિશ્વને ભરડો લીધો છે ત્યારે આ મહામારી સામે લડવા માટે મોરબી સિરામિક એસોસિએશન આગળ આવ્યું છે. જેમાં મોરબી સિરામિક ઉદ્યોગકારો કોરોના સામેની લડતમાં અવિરતપણે સહાયનો ધોધ વરસાવી રહ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
મોરબી: કોરોના સામે લડવા સિરામિક ઉદ્યોગકારોએ 4.5 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી

અટલ સમાચાર,ડેસ્ક

કપરી પરિસ્થિતિમાં સહાયમાં મોરબી શહેર હંમેશા આગળ હોય છે. પછી તે વાવાઝોડું હોય કે અન્ય કોઈ વિકટ પરિસ્થિતિ. હાલ કોરોનાએ વિશ્વને ભરડો લીધો છે ત્યારે આ મહામારી સામે લડવા માટે મોરબી સિરામિક એસોસિએશન આગળ આવ્યું છે. જેમાં મોરબી સિરામિક ઉદ્યોગકારો કોરોના સામેની લડતમાં અવિરતપણે સહાયનો ધોધ વરસાવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અત્યાર સુધીમાં (પહેલી એપ્રિ, બપોરે 12 વાગ્યા સુધી) ઉદ્યોગકારોએ આશરે 4.5 કરોડ રૂપિયાની સરકારને સહાય કરી છે. હજુ પણ આ સહાયનો ધોધ વહી રહ્યો છે. સરકારે શરૂ કરેલી લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપીને ઉદ્યોગકારોએ પોતાની ઉદારતા અને સંવેદનશીલતાનો પરચો આપ્યો છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ કોરોના સામેની લડતમાં આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવવા માટે દાતાઓને સહાય આપવાની હાંકલ કરી હતી. જેને ઝીલી લઈને મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ અનુદાનની સરવાણી વહાવી દીધી છે. અગાઉ પણ દેશ ઉપર આવેલી આફતો સમયે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પોતાની દરિયાદીલીનો સમગ્ર દેશને પરચો આપ્યો છે.

અત્યાર સુધીમાં ઉદ્યોગકારોએ સીએમ રાહત ફંડમાં 2,41,39,527 અને પીએમ રાહત ફંડમાં 2,08,41,552 એમ કુલ મળી 4,49,81,079 કરોડની સહાયની જાહેરાત કરી છે. હજુ પણ આ સહાયનો ધોધ અવિરતપણે વહી રહ્યો છે.આ સાથે દરેક સીરામીક કંપનીઓ દ્વારા તેમના મજૂરો માટે પણ લોકડાઉન દરમિયાન રાશન આપવાની જવાબદારી ઉપાડવામાં આવી છે ત્યારે આ સહાયનો આંકડો હજુ પણ વધશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.