ચકચાર@મોરબી: 14 વર્ષીય સગીરા પર બળાત્કાર, હવસખોર અને મદદગારને પોલીસે દબોચ્યાં

અટલ સમાચાર,ડેસ્ક ટંકારામાં 14 વર્ષીય સગીરા પર બળાત્કારની ઘટના સામે આવતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે બંને આરોપીઓને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવસખોરે 14 વર્ષીય સગીરાને ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે બળાત્કારીના મિત્રે મદદગારી કરી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મોરબી જીલ્લાના
 
ચકચાર@મોરબી: 14 વર્ષીય સગીરા પર બળાત્કાર, હવસખોર અને મદદગારને પોલીસે દબોચ્યાં

અટલ સમાચાર,ડેસ્ક

ટંકારામાં 14 વર્ષીય સગીરા પર બળાત્કારની ઘટના સામે આવતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે બંને આરોપીઓને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવસખોરે 14 વર્ષીય સગીરાને ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે બળાત્કારીના મિત્રે મદદગારી કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોરબી જીલ્લાના ટંકારાના સાવડી ગામની સીમમાં 14 વર્ષીય સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. સીમમાં અવાવરૂ જગ્યામાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની વાત સામે આવતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે સગીરાએ પરિવારને સમગ્ર હકિકત જણાવતા પરિવારજનોએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી હવસખોર અને મદદગારને દબોચી લીધા છે.

સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, સગીરા પર એક યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ કોઈ જોઇ ન જાય તે માટે એક શખ્સ બહાર ઉભો ઉભો ધ્યાન રાખતો હતો. સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, હજુ સુધી બંને આરોપીઓના નામ સામે આવ્યા નથી. કોરોના રિપોર્ટ આવ્યા પછી બંનેની ધરપકડ કરાશે.