આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે આમ બની રહી છે અને પોલીસ તેમજ મહિલા મોરચા કે ગુજરાત સરકાર ખબર નહીં કેવા ઉત્સવો અને મેળાઓ મનાવવામાં મસ્ત છે. સાત વર્ષની માસૂમને નરાધમે પીંખી નાંખી અને એ બાળકી રોતી રહી. હાલ બાળકીની હાલત ગંભીર છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જો કે પ્રશ્ન થાય કે, રેપનો ભોગ બનેલી દીકરીઓ સરકાર, માતા-પિતા કે સમાજ ને માફ કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મોરબીના નીચી માંડલ ગામ નજીક 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના ઘટી છે. સીરામીક કારખાનાના મજૂરે ક્વાર્ટરમાં આ હિચકારૂ કૃત્ય કર્યુ હતુ. બાળકીની હાલત ગંભીર હોવાને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કારખાનાના જ એક શ્રમિક દ્વારા આ જઘન્ય અપરાધ આચકવામાં આવ્યો છે. બાળકીને ક્વાર્ટરમાં લઇ જઇને શખ્સે દુષ્કર્મ આચર્યુ હતુ. સ્થાનિક શ્રમિકોએ આરોપીને પોલીસ હવાલે કરતા તાલુકા પોલીસે ઘટનાની તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code