આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મોરબી

માળિયામાં લૉકડાઉન વચ્ચે જૂની અદાવતમાં એક વ્યક્તિ પર ચાર શખ્સોએ હુમલો કરી દેતા એકની હત્યા અને એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત છે. જ્યારે સામાપક્ષે પણ એકને ગંભીર ઇજાઓ થતા બે વ્યક્તિઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. મોડી રાત્રીના એસપી, ડીવાયએસપી, સીપીઆઈ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. યુવાન અનવર જામનું ઢીમ ઢાળી દેતા હાલ પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોરબી જીલ્લાના માળિયામાં લૉકડાઉન વચ્ચે ખૂની ખેલ ખેલાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવાનની હત્યા થઈ હોવાનું અવકાશમાં આવ્યું છે. સાથે જ મૃતક યુવાનની સાથે રહેલા અન્ય યુવકને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ હત્યા કરનાર શખ્સને પણ ગંભીર ઇજાઓ પહોંચતા બેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની વિગત અનુસાર, સાંજે 7થી 7.30 દરમિયાન માળીયા મિયાણાનાં રહેવાસી અનવરભાઈ હબીબભાઈ જામ ઉ.વ. 26 અને તેની સાથે રહેલા ગુલામ હુસેન માલાણી ઉ.વ.30 પર દાઉદ ઈસા જામ સહિતના ચાર ઈસમો તલવાર અને ધારીયા જેવા ધારદાર હથિયારો સાથે હુમલો કર્યો હતો. જેમાં અનવરભાઈ હબીબભાઈ જામનું ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા ગુલામ હુસેન માલાણીને ગંભીર ઇજાઓ પહોંચી છે. જ્યારે આ હત્યા કરનાર દાઉદ ઈસા જામ ઉ.વ.39ને પણ છરીનાં 3 ઘા તેમજ માથા અને હાથના ભાગે ઇજાઓ પહોંચતા તેને પણ ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.

મોરબીનું માળીયા મિયાણા પોલીસ મથક સંવેદનશીલ વિસ્તારમાં આવતું હોય આ બનાવની જાણ થતાં જ મોડી રાત્રીના એસપી ડૉ.કરનરાજ વાઘેલા, ડીવાયએસપી, સીપીઆઈ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો સાથે જ હુમલો કરવામાં સાથે રહેલા નાસી છૂટેલા અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી હત્યાનો ગુનો નોંધવા માળીયા પોલીસે તજવીજ હાથ ધરી છે. સૂત્રો પાસેથી જાણવા મળતા મુજબ, આ હત્યા નજીકમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતીના ચીલા માટે થઈ હતી. જેમાં બે દિવસ પૂર્વે પણ આ હુમલાખોરોએ મારામારી કરી હતી. જેમાં પોલીસે ગુનો નોંધ્યો હતો. પરંતુ પોલીસે આરોપીની ધરપકડ કરે એ પહેલાજ આરોપીઓએ યુવાન અનવર જામનું ઢીમ ઢાળી દીધું હતું. હાલ, પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code