હત્યા@સુરત: દારૂના નશામાં તલવાર લઇ નિકળ્યો યુવક, પાંચ ઇસમોએ પતાવી દીધો

અટલ સમાચાર,ડેસ્ક દિવાળીના તહેવારો વચ્ચે સુરતમાં હત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ડીંડોલી વિસ્તારમાં દારૂના નશામાં ખુલ્લેઆમ તલવાર લઇ નીકળેલા માથાભારે યુવાનને લાકડાના ફટકા અને પથ્થર વડે માર મારી હત્યા નીપજવામાં આવી આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી માથાભારે યુવાનને રહેંસી નાંખનાર પાંચની અટકાયત કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
હત્યા@સુરત: દારૂના નશામાં તલવાર લઇ નિકળ્યો યુવક, પાંચ ઇસમોએ પતાવી દીધો

અટલ સમાચાર,ડેસ્ક

દિવાળીના તહેવારો વચ્ચે સુરતમાં હત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ડીંડોલી વિસ્તારમાં દારૂના નશામાં ખુલ્લેઆમ તલવાર લઇ નીકળેલા માથાભારે યુવાનને લાકડાના ફટકા અને પથ્થર વડે માર મારી હત્યા નીપજવામાં આવી આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી માથાભારે યુવાનને રહેંસી નાંખનાર પાંચની અટકાયત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના ડીંડોલી-નવાગામ રોડ સ્થિત શ્રીનાથ નગર સોસાયટીના પ્લોટ નં.310માં રહેતો માથાભારે આકાશ હરિરામ સહાની દારૂના નશામાં ચૂર હાલતમાં ખુલ્લી તલવાર લઇ સોસાયટીમાં નીકળ્યો હતો. નશામાં ધૂત આકાશે ખુલ્લામાં તલવારબાજી શરૂ કરી દેતા એક યુવાનને ઇજા થઇ હતી. જેથી સોસાયટીમાં રહેતા રાજન બચ્ચુ ચૌધરી, રામ બબ્બન, લકુવા રામ બબ્બન, રામ બબ્બનના સાળો, મુન્નો અને બબલુ રાજકુમાર ચૌધરી દોડી આવ્યા હતા. આ તમામે આકાશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સાથે પણ ગાળાગાળી કરી હતી અને તેમના ઉપર પણ તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ઉપરોકત તમામે લાકડાના ફટકા અને છુટા પથ્થર આકાશને માર્યા હતા. જેમમાં આકાશને હાથ-પગ, છાતી અને મોંઢાના ભાગે ઇજા થતા તે ત્યાં જ બેભાન થઇ ગયો હતો.જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તબીબોએ આકાશને મૃત જાહેર કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આકાશને હાથ-પગ, છાતી અને મોંઢાના ભાગે ઇજા થતા તે ત્યાં જ બેભાન થઇ ગયો હતો.જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તબીબોએ આકાશને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, આકાશના પિતા હયાત નથી અને તેની માતા તથા બે બહેન લોક્ડાઉન બાદ વતન ખાતે રહે છે અને ખેતીકામ કરે છે. ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી પાંચેયની અટકાયત કરી છે.