File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુરત

આસારામના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થતાં કોર્ટ શુક્રવારે તેને કસૂરવાર ઠેરવ્યો છે. આ કેસમાં અન્ય ત્રણ ગંગા, જમુના અને હનુમાનને પણ દોષિત જાહેર કરાયા છે. આગામી 30મી એપ્રિલે કોર્ટ સજાનું એલાન કરશે.

સુરતના જહાંગીરપુરામાં આવેલા આસારામના આશ્રમમાં નારાયણ સાંઈએ તેની સાધિકા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સાધક મહિલાનો આરોપ હતો કે નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ નારાયણ સાંઈ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી. તે દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા.

શુક્રવારે સવારે પોલીસ કાફલા સાથે નારાયણ સાંઈને સુરત સેશન્સ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે. જેમાં કોર્ટે નારાયણ સાંઇને દુષ્કર્મ કેસનો ગુનેગાર હોવાનું જાહેર કર્યુ છે. જોકે કોર્ટે સજાનું એલાન આગામી 30મી એપ્રિલે જાહેર કરવાનું નકકી કર્યુ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code