બેદરકારી@સુરતઃ કોરોના દર્દીને બસમાં જગ્યા નથી કહી અધવચ્ચે ઉતાર્યા, કલાકોમાં મોત

અટલ સમાચાર, ડેસ્ક સુરતની સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સુરતમા કાપોદ્રા પોલીસે મથકની બહાર જ પાલિકાની ટીમ કોરોનાની મહિલા દર્દીને અધવચ્ચે જ ઉતારી દીધી હતી.‘બસમાં જગ્યા નથી…’ કહીને ઉતારી દીધેલી આ મહિલા ઘરે પહોચતાની સાથે જ ગણતરીના કલાકોમાં જ મોતને ભેટી હતી. જેને લઈને ફરી એકવાર પાલિકાની ટીમ પર સવાલો ઉભા થયા
 
બેદરકારી@સુરતઃ કોરોના દર્દીને બસમાં જગ્યા નથી કહી અધવચ્ચે ઉતાર્યા, કલાકોમાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

સુરતની સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સુરતમા કાપોદ્રા પોલીસે મથકની બહાર જ પાલિકાની ટીમ કોરોનાની મહિલા દર્દીને અધવચ્ચે જ ઉતારી દીધી હતી.‘બસમાં જગ્યા નથી…’ કહીને ઉતારી દીધેલી આ મહિલા ઘરે પહોચતાની સાથે જ ગણતરીના કલાકોમાં જ મોતને ભેટી હતી. જેને લઈને ફરી એકવાર પાલિકાની ટીમ પર સવાલો ઉભા થયા છે. વૃદ્ધાને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપી કાપોદ્રા પોલીસ મથક પાસે મૂકીને પાલિકાની ટીમ જતી રહી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ઠાકોરબા સોસાયટીમાં રહેતા શૈલેશ ચોવટિયાનાં માતા નામનો ગત 13 જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેઓની સારવાર બાદ 17 જુલાઈએ સાંજે 6 વાગ્યે તેઓની માતાને ડિસ્ચાર્જ કરાયા હોવાનો ફોન આવ્યો હતો. બસમાં જગ્યા ન હોવાનું કારણ ધરી વૃદ્ધાને ઘરને બદલે ટીમે કાપોદ્રા રસ્તે અધવચ્ચે મૂકી દીધી હતી. પરિવાર વૃદ્ધાને ઘરે લઈ જતા જ ગણતરીના કલાકમાં જ મહિલાનું મોત નિપજ્યું હતું. મોત બાદ હોબાળો મચાવતા ફરી મનપાની ટીમ દોડતી થઈ હતી. મહિલાનો મૃતદેહ સ્મીમેર પોસ્ટમોટર્મ રૂમ ખાતે મોકલી આપ્યો હતો.

જેથી તેઓ ઘર પાસેના રોડ પર ઉભા માતાની વાર જોતા હતા. ત્યાર બાદ તેઓને 8 વાગ્યે મને ફોન આવ્યો કે, તમારા મમ્મીને બંબાખાના પાસે આવીને લઈ જાઓ. જેથી તેઓ ગાડી લઈને ત્યાં પહોંચ્યા હતો. તો પાલિકાના લોકોએ મારી મમ્મીને રોડ બસમાંથી ઉતારી દીધી હતી. જેથી તેઓની માતા ત્યાં સુતા હતા. બાદમાં માતાને ઘરે લાવ્યાના સાડા આઠથી 9 વાગ્યાની વચ્ચે જ તેઓ મૃત્યુ પામ્યા હતા. જેથી તેઓએ 104 અને 102 પર ફોન કરીને તાત્કાલિક જાણ કરી હતી. હોસ્પિટલ તરફથી મારા મમ્મીના ડિસ્ચાર્જ અંગે પણ અમને કોઈ કાગળો અપાયા ન હતા