અટલ સમાચાર, મહેસાણા (કુલદિપસિંહ જાડેજા)
વર્ષ 2017 વિધાસભાની ચૂંટણી આવી ત્યારે ગુજરાતમાં તમામ ઉમેદવારોમાં એક ચહેરો ખાસ ચર્ચાનો વિષય બન્યો હતો. છેવાડાના એવા વિરસોડા ગામનો યુવાન હસમુખો ચહેરો, ચહેરા પર તેજસ્વીતા, સામાન્ય કદ ધરાવતા આ ઉમેદવારના ચહેરા પરનું તેજ ભવિષ્યના લોકપ્રિય નેતા તરીકેની છાપ ચોક્કસ જણાઈ આવતી હતી. સામાન્ય પરિવારમાંથી આવતા આ યુવાનને કોંગ્રેસ પાર્ટીએ ટિકીટ આપી ત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચાતું કે, આ યુવાન બેચરાજી વિધાનસભા ચુંટણી પરથી જીતવું મુશ્કેલ છે.
ગુજરાતમાં વિધાનસભા ચુંટણીને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે લોકોના આશીર્વાદથી ચૂંટાયેલા કેટલા નેતાઓ પ્રજાની વચ્ચે રહે છે અને કેટલા પ્રજાના વોટની ગણતરીમાં રહેતા હોય છે, જેની જાણ મેળવવા અટલ સમાચારની ટીમે બહુચરાજીના ધારાસભ્ય ભરતજીના કામનું સરવૈયું જાણ્યું હતું. જેમાં ભરતજી ઠાકોર ખરા ઉતર્યા છે. રાજકીય વિશ્લેષકોનું પણ માનવું છે કે, દિન-પ્રતિદિન તેમની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. અટલ સમાચારની ટીમે પણ જાણ્યું કે પોતાના મતવિસ્તારમાં આ ધારાસભ્ય સામાન્ય માણસની જેમ કામગીરી અદા કરી રહ્યા છે. અહીં ભરતજીનું નામ નવું હતું પણ આજે પોતાના કામથી લોકપ્રતિનિધિત્વ તરીકે વિશ્વાસ પેદા કર્યો છે.
એક વર્ષ પૂર્ણ થતા બહુચરાજી ધારાસભ્યએ શું કામ કર્યા જેની સમગ્ર વિગત સાથે અમે આપને જણાવી રહ્યા છીએ. આ ધારાસભ્ય હંમેશા લોકોની સાથે રહે છે. રાજકીય લેબોરેટરીનું એપી સેન્ટર ગણાતું મહેસાણા કોઈ પણ આંદોલન હોય કે પછી મોટા રાજકીય નેતાઓ હોય જેમની શરૂઆત મહેસાણાથી જ થતી હોય છે. એવીજ મહેસાણા જિલ્લાની બહુચરાજી એક એવી વિધાસભા બેઠક છે કે હંમેશા વર્ષોથી ભાજપનો ભગવો લહેરાતો હતો અને આ બેઠક ઉપરથી ગુજરાત સરકારના ગૃહમંત્રી ચૂંટાયા હતા.
એક વર્ષ પૂર્ણ થતાં જ ભરત ઠાકોરે કામનો હિસાબ આપ્યો
બહુચરાજી વિસ્તારના વિકાસના કામો માટે લડત પ્રક્રિયાના અંશ
(2) મહેસાણા ખાતે જીલ્લા સંકલન વ-ફરિયાદ સમિતિની બેઠકમાં બહુચરાજી નવીન સર્કીટ હાઉસ અને મોઢેરા બસસ્ટેન્ડના મુદ્દાએ વેગ પકડ્યો.
(3) બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા બહુચરાજી વિસ્તારના અનેક પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં બહુચરાજી સર્કિટ હાઉસની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા કામ ચાલુ કેમ નથી કરવામાં આવતું તે ચર્ચાનો વિષય બન્યો છે તે બાબતે સંકલન બેઠકમાં વાતાવરણ ગરમ થયું હતું. અધિકારીઓ એક બીજા ઉપર જવાબદારી નાખી છૂટી જવાના ઢોંગ કરી રહ્યા હતા ત્યારે ટૂંક સમયમાં મામલતદાર, ડી.એલ.આર અને R એન્ડ B બે દિવસમાં મીટીંગ કરી કામ ચાલુ કરવાનો વિશ્વાસ આપ્યો હતો.
(4) મોઢેરા બસસ્ટેન્ડની મંજૂરી મળી ગઈ હોવા છતાં કોઈજ પ્રકારની કામગીરી હજુ સુધી ચાલુ કરવામાં નથી તે બાબતે પણ તંત્રની ઢીલી નીતિ સામે આવી છે એસ. ટી વિભાગ દ્વારા હવે તેવું કહેવામાં આવે છે કે મામલતદાર પાસે જગ્યાનો કબજો લેવાનો બાકી છે ત્યારે મામલતદાર તો બેઠકમાં હાજર નહોતા એટલે પ્રશ્નનું થોડા દિવસમાં નિરાકરણ આવી જશે તેવું કહેવામાં આવ્યું.
(5) જોટાણા તાલુકામાં કેમિકલની ફેકટરીઓ બેરોકટોક ચાલી રહી છે. રાણીપુરા ગામની સીમમાં 184 સર્વે નંબરમાં અને મરતોલી ગામે માધવ ઇન્ડટ્રીઝ નામની ફેકટરીઓ બંધ કરવાનો ઓર્ડર હોવા છતાં પોતાની દાદાગીરીથી ચલાવી રહ્યા છે. આજુ બાજુના ગામના લોકો દૂષિત પાણી દૂષિત હવાથી પીડાઈ રહ્યા છે છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતા.
(6) જોટાણા તાલુકામાં કટોસણથી વિરસોડા વચ્ચે શક્તિનગર, લક્ષ્મીપુરા અને મેમદપુર ગામના વિસ્તારમાં પીવાના પાણી માટે નવીન બોર બનાવવા પણ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.