ગુજરાતનું ગાૈરવઃ કટોસણની દિકરી ઉત્તરપ્રદેશમાં ગોલ્ડન ગર્લ બની

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના દરબાગઢની માત્ર 10 વર્ષની પ્રાન્સીબા ઈન્દ્રજીતસિંહ ઝાલાએ કરાટે ચેમ્પીયનશીપમાં ભાગ લઈ કુમિતિમાં ગોલ્ડ અને કાતામાં સીલ્વર મેડલ મેળવી લખનાૈમાં આ ગુજરાતી દિકરીએ ડંકો વગાડી દીધો છે. મુળ કટોસણ દરબાગઢના રાજ પરીવાર સાથે નાતો ધરાવતી પ્રાન્સીબા હાલ અમદાવાદ ખાતે નિવાસ કરી રહેલ છે. 21-12-2018ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે યોજાયેલ 9મી
 
ગુજરાતનું ગાૈરવઃ કટોસણની દિકરી ઉત્તરપ્રદેશમાં ગોલ્ડન ગર્લ બની

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના દરબાગઢની માત્ર 10 વર્ષની પ્રાન્સીબા ઈન્દ્રજીતસિંહ ઝાલાએ કરાટે ચેમ્પીયનશીપમાં ભાગ લઈ કુમિતિમાં ગોલ્ડ અને કાતામાં સીલ્વર મેડલ મેળવી લખનાૈમાં આ ગુજરાતી દિકરીએ ડંકો વગાડી દીધો છે.

ગુજરાતનું ગાૈરવઃ કટોસણની દિકરી ઉત્તરપ્રદેશમાં ગોલ્ડન ગર્લ બની

મુળ કટોસણ દરબાગઢના રાજ પરીવાર સાથે નાતો ધરાવતી પ્રાન્સીબા હાલ અમદાવાદ ખાતે નિવાસ કરી રહેલ છે. 21-12-2018ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે યોજાયેલ 9મી ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ-2018માં ભાગ લીધો હતો.

10 દિવસની આ સ્પર્ધામાં જાપાન, કોરીયા, ઈન્ડોનેશીયા જેવા અલગ-અલગ દેશના 600થી વધુ સ્પર્ધકોને ટક્કર આપી કરાટેની કુમિતી રમતમાં ગોલ્ડ અને કાતામાં સીલ્વર મેળવી સમસ્ત ગુજરાત રાજ્યનું ગાૈરવ વધારતા હાલ કટોસણ રાજપરિવારમાં મિઠાઈઓ વહેચાઈ રહી છે.

ગુજરાતનું ગાૈરવઃ કટોસણની દિકરી ઉત્તરપ્રદેશમાં ગોલ્ડન ગર્લ બની

ગોલ્ડન પ્રાન્સીબાની આ સિદ્ધી બદલ ગુજરાત રાજ્યનું ગાૈરવ વધ્યું છે. અને સમાજ, શાળા તરફથી  અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

5 વર્ષથી ટ્રેઈનીંગ ચાલુ છે ઃ પિતા

ત્રણ વખત વિધાનસભા ચુંટણી લડી ચુકેલ પિતા ઈન્દ્રજીતસિંહે રાજ્યમાં નામના પ્રાપ્ત છે. પરંતુ દિકરીની આ સિદ્ધી બદલ પિતાના ગર્વમાં વધારો થયો છે, અને  આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 5 વર્ષની ઉંમરથી કરાટેમાં દિકરીની ટ્રેઈનીંગ ચાલુ કરી દેવામાં આવી હતી.

ગુજરાતનું ગાૈરવઃ કટોસણની દિકરી ઉત્તરપ્રદેશમાં ગોલ્ડન ગર્લ બની
ઈન્દ્રજીતસિંહ ઝાલા (પિતા)

કોચ રુદયભાઈ ભટ્ટ દૈનિક શરેરાસ 5  થી 6 કલાક પોતાની જ દિકરીની જેમ ઈન્ટરનેશનલ સ્પર્ધક તરીકે તૈયારી કરાવતા હતા. આજે તેઓનો આભાર વ્યક્ત કરવા જેટલા શબ્દો અમારી પાસે નથી.