હવે બજારમાં મળશે ઊંટડીનું દૂધઃ અમૂલ સંઘે લોન્ચ કર્યું, તબિયત માટે ફાયદાકારક

અટલ સમાચાર, આણંદ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમુલ) દ્વારા મંગળવારે ઊંટડીનું દૂધ આમ નાગરિકો માટે ઉપલબ્ધ કરાવી દીધું છે. પ્રથમ તબક્કામાં ગાંધીનગર, અમદાવાદ અને કચ્છમાં ઊંટડીનું દૂધ મળી રહેશે. જોકે 1 લીટર દુધની કિંમત અધધધ.. 100 રૂપિયા થશે. વર્ષ 2017-18થી અમૂલ દ્વારા ગાય અને ભેંસ બાદ ઊંટડીનું દૂધ લોન્ચ કરવા મથામણ આદરી હતી. જેમાં સાૈપ્રથમ
 
હવે બજારમાં મળશે ઊંટડીનું દૂધઃ  અમૂલ સંઘે લોન્ચ કર્યું, તબિયત માટે ફાયદાકારક

અટલ સમાચાર, આણંદ

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમુલ) દ્વારા મંગળવારે ઊંટડીનું દૂધ આમ નાગરિકો માટે ઉપલબ્ધ કરાવી દીધું છે. પ્રથમ તબક્કામાં ગાંધીનગર, અમદાવાદ અને કચ્છમાં ઊંટડીનું દૂધ મળી રહેશે. જોકે 1 લીટર દુધની કિંમત અધધધ.. 100 રૂપિયા થશે.

વર્ષ 2017-18થી અમૂલ દ્વારા ગાય અને ભેંસ બાદ ઊંટડીનું દૂધ લોન્ચ કરવા મથામણ આદરી હતી. જેમાં સાૈપ્રથમ આ દૂધ માટે કેન્દ્રના ખાદ્ય અને આૈષધ તંત્રની મંજૂરી ત્યારબાદ આરોગ્યની ચકાસણીને અંતે સફળતા પૂર્વક લોન્ચીંગ કરવામાં આવ્યું છે. અમૂલ માટે દૂધની ગુણવત્તા જાળવી રાખવા સાથે ગ્રાહકોની જરુરિયાતને પહોંચી વળવા એક મોટો પડકાર બની શકે તેમ છે.

ઊંટડીના દૂધથી ફાયદા કેટલા?

ઊંટડીના દૂઘ અંગે જાણકારી આપતા અમૂલના એમડી આર.એસ સોઢીએ જણાવ્યું હતું કે, આ દૂધ ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થશે. આ દૂધમાં રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખતું હોવાથી શરીર માટે શ્રેષ્ઠ પુરવાર થશે. ડોક્ટરો દ્વારા પણ ઊંટડીનું દૂધ પીવાની સલાહ આપવામાં આવી રહી છે.