OMG: 29 વર્ષના યુવાનના પેટમાંથી 9 સેમી સ્ટીલનો ગ્લાસ સર્જરીથી કઢાયો

અટલ સમાચાર, ડેસ્ક સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં દેલાડનાં યુવકને શૌચમાં તકલીફ અને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તબીબે તેની તપાસ કરતા આ યુવકનાં પેટમાં એક સ્ટીલનો ગ્લાસ હતો આ જાણીને તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા. આખરે ઓપરેશન કરી આ ગ્લાસ ને બહાર કાઢવામાં આવ્યો છે. સુરત જિલ્લાનાં દેલાડ ગામનો 29 વર્ષીય યુવાન ભીમ
 
OMG: 29 વર્ષના યુવાનના પેટમાંથી 9 સેમી સ્ટીલનો ગ્લાસ સર્જરીથી કઢાયો

અટલ સમાચાર, ડેસ્ક

સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં દેલાડનાં યુવકને શૌચમાં તકલીફ અને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તબીબે તેની તપાસ કરતા આ યુવકનાં પેટમાં એક સ્ટીલનો ગ્લાસ હતો આ જાણીને તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા. આખરે ઓપરેશન કરી આ ગ્લાસ ને બહાર કાઢવામાં આવ્યો છે.

OMG: 29 વર્ષના યુવાનના પેટમાંથી 9 સેમી સ્ટીલનો ગ્લાસ સર્જરીથી કઢાયો
file photo

સુરત જિલ્લાનાં દેલાડ ગામનો 29 વર્ષીય યુવાન ભીમ જગન્નાથ શાહ જે મૂળ બિહારનો વતની છે તે કાપડનાં કારખાનામાં કામ કરે છે અને ત્યાં જ રહે છે. ગત તારીખ 31મીએ મોડી રાત્રે પેટમાં અચાનક દુખાવો થતા તેનો ભાઈ અને મિત્રો હોસ્પિટલમાં તપાસ માટે લઇ ગયા હતા. તબીબે સિટીસ્કેન કરાવતા રિપોર્ટમાં પેટમાં સ્ટીલનો ગ્લાસ હોવાનું દેખાયું હતું. આ જોઇને તબીબો પણ ચોંકી ગયા હતા કે સ્ટીલનો ગ્લાસ પેટમાં ગયો કેવી રીતે. આ બાદ તબીબે એક્ષરે કરાવતા પેટમાં સ્ટીલનો મોટો ગ્લાસ હોવાનું જોવા મળ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જોકે, તબીબે બીજી વખત એક્ષરે કઢાવતા ચોક્કસ થયું કે, પેટમાં ગ્લાસ છે તબીબોના મતે યુવકનાં પેટમાં 9 સેમી લાંબો ગ્લાસ અને 7 સેમી ઉપરનો પહોળો તેમજ તળિયાનો ભાગ 4.5 સેમી હતો. જે ગ્લાસ 30 તારીખથી 1 તારીખ સુધી 3 દિવસ સુધી ભીમના પેટમાં હતો. ગ્લાસનોકેટલોક ભાગ તૂટેલો લાગે છે, જે ડૉક્ટરે કાપીને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ન નીકળતા ઓપરેશન કરવું પડ્યું હતું.

તબીબોની વાત માનીએ તો મળમાર્ગે દાખલ કરાયો હોઇ શકે છે. યુવકે પેટમાં ગ્લાસ નાખી દેવાની પ્રથમ ઘટના સામે આવી છે. આવી ઘટના બનવાના પાછળ અનેક કારણો છે. સેક્સ્યુઅલ વિચારમાં આવેશમાં આવીને પણ આવું કરી શકે, મળમાર્ગથી ખેંચીને કાઢવાનો પ્રયત્નકરેલ, પણ ગ્લાસ મોટો હોવાથી આવું શક્ય ન થતા અંતે ઓપરેશન કરી કાઢ્યો છે.