File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળમાં ભાજપ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણ મામલે કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીની અરજી પર હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી જેમાં આ મામલે હાઇકોર્ટે પાટિલને જવાબ રજૂ કરવાના આદેશ આપ્યા છે. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા અને વેન્ટિલેટર અને ઓક્સિજનની રાજ્યમાં અછત સર્જાઇ છે. થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલની આગેવાની હેઠળ સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું મફત વિતરણ કર્યું હતું આ મુદ્દે રાજકારણ ગરમાયું અને કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી અંગે આજે સુનાવણી હાથ ધરાઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાઇકોર્ટે નોટિસ ફટકારીને સી.આર.પાટીલ, રાજ્ય સરકાર અને ડ્રગ્સ કમિશનર પાસેથી આ મામલે આગામી સુનાવણીમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યું હતું. નોંધનિય છે કે, કોંગ્રેસના નેતા પરેશ ધનાણીએ કરેલી અરજીમાં તેમણે જણાવ્યું હતું કે, આ રીતે ઇન્જેક્શન ખરીદવા મર્યાદામાં નથી અને તેના માટે ફાર્મસી એક્ટ હેઠળ લાયસન્સ જરૂરી છે. આ સાથે જ CM ,હર્ષ સંઘવી અને સી આર પાટીલની નિવેદનોની સીડી પણ કોર્ટમાં રજુ કરાઇ હતી અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ભાજપની ઓફિસ ફાર્મસી ઓફિસ નથી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભાજપ દ્વારા 5000 રેમડેસિવર ઈન્જેક્શન ખરીદી અને સુરતમાં મફતમાં વહેંચવામાં આવી રહ્યા છે. આ અંગે ભાજપે જાહેરાત પણ કરી હતી ત્યારે આ મુદ્દે ગુજરાત સરકાર એટલે કે, CM રૂપાણીને પૂછવામાં આવ્યુ તો તેમણે પણ એમ જ કહ્યુ હતુ કે, આ અંગે સરકાર અજાણ છે. સી આર પાટીલને જ પૂછો કે તેઓ આ ઈન્જેક્શનનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કેવી રીતે લાવ્યા. આ મુદ્દે ઘમાસાણ મચ્યુ હતુ. જ્યારે સરકાર પાસે પણ રેમડેસિવરનો પૂરતો જથ્થો નથી ત્યારે ભાજપના સીઆર પાટીલ પાસે આ જથ્થો કેવી રીતે આવ્યો અને તેઓ કયા બેઝ પર આ ઈન્જેક્શનનું વહેંચણી કરી રહ્યા છે. આ મુદ્દે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code