આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સુરતના કાપોદ્રા ખાતે DGVCL કચેરી બહાર અખિલ ભારતીય વિદ્યુત કામદાર સંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઈને પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. જેમાં કર્મચારીઓ સાથે થતાં અન્યાય સામે રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન માટે પહેલેથી રજા પણ લઇ લેવામાં આવી હતી. જેથી મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત DGVCLના કર્મચારીઓ સાથે અન્યાય સામે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના નેજા હેઠળ એક દિવસના પ્રતિક ઉપવાસ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી પડતર પ્રશ્નોની માંગણી ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંતોષવામાં ન આવતા વિરોધ નોંધાવ્યો હતો. સામે વિરોધી પેનલ દ્વારા વારંવારની રજુઆતને જોહુકમી ચલાવીને દબાવી દેવામાં આવતા અંતે પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા. કર્મચારીઓને રિટાયરમેન્ટ સમયે મળતા આર્થિક લાભો અને નોકરી સમયે મળતી સુવિધાઓને લઈને અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, માત્ર બાંહેધરી આપીને કોઈપણ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં ન આવતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. કામદારોએ નારેબાજી કરી તાત્કાલિક પડતર પ્રશ્નોનો નિકાલ કરવા રજુઆત કરી હતી. આ સાથે આગામી દિવસોમાં માંગણીઓ સ્વીકારવામાં ન આવે તો રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. આ તરફ સત્તાનો દૂર ઉપયોગ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. અખીલ ભારતીય વિદ્યુત કામદાર સંધના સેક્ર્ટરી જર્નલ આર જી પટેલ અને મહામંત્રી ચીરાગ શાહે જણાવ્યું હતું કે, કામરેજ બ્રાન્ચ બંધ થયા બાદ, પ્રમોશન ટ્રાન્સફર સહિત મુદ્દે પણ અમારી સાથે અન્યાય થયો છે. જેથી ના છૂટકે અમારે અમારી કામગીરીની જગ્યાએ જ ધરણા કરી વિરોધ કરવાનો વારો આવી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code