આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અંતર્ગત ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલમંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯નાં નેશનલ યુથ એવોર્ડ માટે તા.૨૭-૦૫-૨૦૨૦ થી તા.૨૬-૦૬-૨૦૨૦ સુધીમાં દર્શાવેલ Mygov portal ની લીંક ઉપરથી મંગાવવામાં આવેલ છે. આ એવોર્ડનો ઉદ્દેશ ૧૫ થી ૨૯  વયજૂથના યુવાઓ તેમજ સેવાભાવી સંસ્થાઓને રાષ્ટ્રના વિકાસ તથા સામાજીક સેવાઓમાં સિધ્ધિ મેળવવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડવાનો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જે મુજબ સદર વ્યક્તિ તથા સંસ્થાઓને વિકાસની પ્રવૃત્તિઓ તથા સામાજીક સેવાઓ જેવી કે, સ્વાસ્થ્ય, શોધ અને નવાનીકરણ, સાંસ્કૃતિક વારસો, માનવાધિકારનો પ્રયાસ, કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધિઓ, સક્રિય નાગરિકતા, સમાજસેવા, રમતગમત તથા સ્માર્ટ શિક્ષણ પ્રવૃત્તિઓમાં નક્કર યોગદાન આપેલ હોય તેવા યુવાનો તેમજ સંસ્થા આ પારિતોષિક માટે અરજી કરી શકાશે.

આ એવોર્ડ અંગેની અરજી કરવા માટેનું ફોર્મ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સેવા સદન ૨, ડ-૨૧/બીજો માળ, જોરાવર પેલેસ, પાલનપુર ખાતે થી તા. ૧૫-૦૬-૨૦૨૦ સુધી કચેરી સમયે જમા કરાવી જવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવ્યું છે.

04 Aug 2020, 7:59 AM (GMT)

COVID-19 Global Stats

18,456,665 Total Cases
697,435 Death Cases
11,690,670 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code