આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવશે. જેમાં શાળા/ગ્રામ્ય કક્ષાએથી રાજ્ય કક્ષા સુધી વિવિધ ૩૫ રમતોની સ્પર્ધાઓ યોજાનાર છે. આગામી ખેલ મહાકુંભ-૨૦૧૯ નું રજીસ્ટ્રેશન તા.૧૫/૦૭/૨૦૧૯ થી શરૂ થનાર છે.

ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ www.khelmahakumbh.org છે. અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ ગ્રુપમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે-તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.

કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ પોતાની કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઓપન ગ્રુપમાં અભ્યાસ કરતાં ખેલાડીઓ પોતાની શાળામાંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ પણ પોતાના ગામની સ્કુલ/કોલેજમાંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. તેમ બનાસકાંઠા જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા જણાવાયુ હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code