PASS નેતા અલ્પેશ કથિરીયાની સુરત ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

અટલ સમાચાર.સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયાની સુરત ક્રાઇમ બ્રાંચે રાજદ્રોહ કેસમાં શરતી જામીન રદ થતા આજે ધરપકડ કરી છે. સુરતના વેલંજા વિસ્તારમાંથી અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી. મિત્રના લગ્નમાંથી અપ્લેશને દબોચી લેવાયો હતો.શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ ભૂગર્ભમાં જતો રહ્યો હતો. ડિસેમ્બર 2018માં પોલીસ સાથે ગેરવર્તન, મારામારી અને ધમકી આપવા સહિતના ગુનામાં
 
PASS નેતા અલ્પેશ કથિરીયાની સુરત ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

અટલ સમાચાર.સુરત

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયાની સુરત ક્રાઇમ બ્રાંચે રાજદ્રોહ કેસમાં શરતી જામીન રદ થતા આજે ધરપકડ કરી છે. સુરતના વેલંજા વિસ્તારમાંથી અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી. મિત્રના લગ્નમાંથી અપ્લેશને દબોચી લેવાયો હતો.શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ ભૂગર્ભમાં જતો રહ્યો હતો.

ડિસેમ્બર 2018માં પોલીસ સાથે ગેરવર્તન, મારામારી અને ધમકી આપવા સહિતના ગુનામાં વરાછા પોલીસે PASSના કન્વિનર અલ્પેશ કથિરીયાની અટકાયક કરીને તેને કોર્ટમાં રજુ કર્યો હતો. અલ્પેશ કથિરીયાની ગાડીને પોલીસે ક્રેન પર ચડાવતા સમગ્ર બબાલ શરૂ થઈ હતી.બાદમાં અટકાયત કરીને તેને વરાછા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસ સાથે ગેરવર્તન બાદ રાજદ્રોહ કેસમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે આ માન્ય રાખી હતી. શરતી જામીન રદ થયા બાદ ગમે તે ઘડીએ ધરપકડ થવાની શક્યતા હતી જેના કારણે તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.